• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • અમરેલીનાં ચાંદગઢમાં પાકને નુકસાન થતા સહાયની માંગ

અમરેલીનાં ચાંદગઢમાં પાકને નુકસાન થતા સહાયની માંગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીતાલુકાનાં ચાંદગઢ ગામે ભારે વરસાદના઼ કારણે ખુબ મોટાપાયે જમીનનું ધોવાણ થઇ ચુકયું છે. ઉપરાંત ખેડૂતોનાં ખેતરમાં પણ પાણી આવી ગયું હોવાથી તેમનાં ખેતરોમાં પાકને ભારે નુકશાન થયું છે. તેથી સમસ્ત ગામ લોકો તથા ખેડૂતો દ્વારા તાત્કાલીક સર્વે કરી સહાય આપવા માંગ કરી છે.

સમગ્ર અમરેલી જિલ્લામાં ખુબ સારો વરસાદ પડવાથી અનેક ગામડાઓમાં ભારે નુકશાની થઇ છે. જેથી આવા ગામનો લોકો દ્વારા સહાય આપવા માટે માંગ કરાઇ છે. અમરેલી તાલુકાનાં ચાંદગઢની જમીનનું ખુબ મોટાપાયે ધોવાણ થઇ ગયું છે. ઉપરાંત અહીં શેત્રુંજી, ખારી-સફરો કરેણ નદીનું પાણી પણ ફરી વળ્યું છે. ખેડૂતોનાં ખેતરોમાં પણ ખુબ પાણી ફરી વળતા પાકને ભારે નુકશાન થયું છે. ઉપરાંત તાત્કાલીક ધોરણે સર્વે કરી બનતી સહાય કરે સાથે-સાથે રસ્તા, નાળા રીપેર કરી ફરીથી બનાવવા માટે માંગ કરવામાં આવી છે. ઉપરાંત છેલ્લા પાંચ દિવસ સમગ્ર પુરવઠા યોજના દ્વારા તાત્કાલીક ધોરણે પીવાનું મીઠુ પાણી પુરૂ પાડવામાં આવે તેવી પણ માંગ ઉભી થઇ છે.

અન્ય સમાચારો પણ છે...