20 ટ્રેક્ટરનાં નાણાની ચૂકવણી કરી દગાબાજી આચરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનાંમજેવડી ગેઇટ પાસે આવેલી ટ્રેક્ટરનાં ડીલર પાસેથી અમરેલીનાં વેપારીએ જાણીતી કંપનીનાં 20 ટ્રેકટર મંગાવ્યા હતા. પરંતુ તેની ચૂકવણી પેટેનાં 91 લાખનો ચેક આપ્યા બાદ તે રીટર્ન થતાં ડીલરે છેતરપિંડીની ફરીયાદ નોંધાવી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, જૂનાગઢનાં મજેવડી દરવાજા પાસે ભારત મીલની સામે રોમીનભાઇ નરેન્દ્રભાઇ નિરંજની (રે. એ-1, ફૂલવાટિકા બંગલોઝ, એકલવ્ય સ્કુલ પાસે, ઝાંઝરડા રોડ) ની ટ્રેક્ટરની ડીલરશીપનો શોરૂમ આવેલો છે. અમરેલીનાં લાઠી રોડ પર મોહન નગરમાં રહેતા કાછડીયા ફાર્મ ઇક્વિપમેન્ટવાળા હિંમતભાઇ શંભુભાઇ કાછડીયા રોમીનભાઇ પાસેથી એક જાણીતી કંપનીનાં ટ્રેકટરો મંગાવતા હતા. શરૂઆતનાં દોઢ વર્ષ સુધી હિંમતભાઇએ ટ્રેક્ટરનાં નાણાં બરાબર ચૂક્વ્યા. પણ પછી હિંમતભાઇએ 20 ટ્રેકટરો માટે ચૂકવવાનાં થતા રુ. 91,20,262 નો ચેક આપ્યો. પણ રોમીનભાઇએ ચેક બેંકમાં જમા કરાવતાં ચેક રીટર્ન થયો હતો. આથી રોમીનભાઇએ હિંમતભાઇ સામે બી ડિવીઝન પોલીસમાં છેતરપિંડીની ફરીયાદ નોંધાવી છે. બનાવની તપાસા પીએસઆઇ કે. વી. મુંજવા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...