ભાજપે પ્રા.શાળાઓને પ્રયોગશાળા બનાવી દીધી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીમાએનએસયુઆઇ દ્વારા કલેકટર મારફત રાજયપાલને પાઠવેલ આવેદનપત્રમા જણાવાયું હતુ કે હાલ રાજયમા ભાજપ સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણને પ્રયોગશાળા બનાવી દેવામા આવી છે. સરકાર દ્વારા નિતનવા સપ્તાહોની ઉજવણીના કારણે શિક્ષક તેમજ બાળક અન્ય કામમા વ્યસ્ત રહે છે જેથી બાળકનુ શિક્ષણ કાર્ય બગડી રહ્યું છે. ત્યારે શાળામા આવતા સપ્તાહોની ઉજવણી બંધ કરી માત્ર શિક્ષણ કાર્ય કરાવવામા આવે તેવી માંગણી કરવામા આવી હતી. શાળાનુ રોજમેળ તથા અન્ય વહિવટ પણ શાળાના આચાર્યને સંભાળવો પડે છે જેથી આચાર્ય શિક્ષણ કાર્યમા પુરતો સમય આપી શકતા નથી જેથી પેસેન્ટર શાળાએ સરકાર દ્વારા જરૂરિયાત મુજબ કારકુન કમ ડેટા એન્ટ્રી ઓપરેટરની સુવિધા આપવી જોઇએ. જિલ્લાની અને તાલુકાની શિક્ષણ કચેરીમા પુરતો સ્ટાફ નથી જેના કારણે શાળાના શિક્ષકોને કચેરીના કામ માટે રોકવામા આવે છે જેથી શિક્ષક શાળામા પોતાનો અભ્યાસક્રમ પુર્ણ કરાવી શકતા નથી ત્યારે કચેરીના ઘટતા સ્ટાફની તાકિદે ભરતી કરવામા આવે તે જરૂરી છે.

એનએસયુઆઇએ કલેકટરને આવેદન પાઠવ્યું તસ્વીર-જયેશ લીંબાણી

અન્ય સમાચારો પણ છે...