• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • ફુડ પેકેટનું વિતરણ કરવા માટે જિલ્લામાંથી ઠાકોર સેનાની ટીમ રવાના કરાઇ

ફુડ પેકેટનું વિતરણ કરવા માટે જિલ્લામાંથી ઠાકોર સેનાની ટીમ રવાના કરાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલમાંબનાસકાંઠા વિસ્તારમાં થયેલી અતિવૃષ્ટિ થવાના કારણે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના તથા ઓ.એસ.એસ. મંચ દ્વારા બનાસકાંઠા વિસ્તારના લોકોને ફુડ પેકેટનું વિતરણ, તથા કપડાં તથા જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ આપી હતી. હાલમાં બનાસકાંઠા વિસ્તારમાં ખૂબ ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અહીં ભારે નુકશાન થયું છે. અને અનેક લોકોના ઘર તણાઇ ગયા છે. અનેક લોકો બેઘર થયા છે. તેથી સમગ્ર ગુજરાત રાજ્યમાંથી અનેક સંસ્થાઓ દ્વારા સેવાકીય કાર્યો કરવામાં આવે છે. અને જરૂરિયાતમંદ વસ્તુઓ પહોંચાડવામાં આવે છે. હાલમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના તથા ઓ.એસ.એસ. મંચ દ્વારા બનાસકાંઠા વિસ્તારના લોકોને ફુડ પેકેટનું વિતરણ, તથા કપડાં તથા જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ આપી હતી.

સમગ્ર રાહત કામગીરી દરમિયાન જિલ્લા પ્રમુખ મથુરજી ઠાકોર, જિલ્લા ઉપપ્રમુખ વિનોદજી ઠાકોર, તથા ચલાલા મુકામની પુરી ટીમ, સંગઠન મંત્રી દિનેશજી. ઠાકોર તથા તેમની ગાવડકા મુકામેની પુરી ટીમ જિલ્લા મહામંત્રી અજયજી ઠાકોર તથા તેમની ઢસાની પુરી ટીમે સાથ સહકાર આપ્યો હતો. તથા જહેમત ઉઠાવીને લોકોની મદદ કરી હતી. સમાજ સેવક અલ્પેશજી ઠાકોર તો તેના સમર્થનમાં સચિનસિંહ ઠાકોર સહિત ટીમો મદદમા પહોંચી છે.

અન્ય સમાચારો પણ છે...