લોકોને ટ્રાફિક નિયમોથી અવગત કરવામાં આવ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીસીટી પોલીસ મથકમાં નવનિયુકત પીએસઆઇ ચૌહાણ આવતાની સાથે શહેરમાં થતી ટ્રાફીક સમસ્યામાં ઘટાડો થયો હોય તેવુ લાગી રહ્યુ છે. શહેરના વિવિધ વિસ્તારોમાં છેલ્લા થોડા દિવસોથી ટ્રાફીકની સમસ્યાથી લોકોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો હતો. વાહન ચાલકો કોઇ પણ સ્થળે જેમ ફાવે તેમ વાહન પાર્ક કરીને જતા રહેતા હતા. જેના લીધે શહેરમાં ટ્રાફીકની સમસ્યા સર્જાતી હતી તેમજ અકસ્માતોના બનાવો પણ બની રહ્યા હતા.

શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલીંગ કરીને જ્યા પણ નડતરરૂપ થતા વાહનોને જોઇ જાય ત્યા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી રહ્યા છે. જેથી વાહન ચાલકોમાં પણ ફફડાટ ફેલાયો છે. કેમ કે દિવસેને દિવસે થતી ટ્રાફીકમાં સુધારો અને કાયદાનું ભાન કરાવવા માટે કાર્યવાહી હાથ ધરી છે. જેમાં ખાસ કરીને જીવરાજ ચોક, મોટા બસસ્ટેન્ડ પાસે, ટાવર રોડ, હરી રોડ, લાઇબ્રેરી રોડ વિગેરે વિસ્તારોમાં ભારે ટ્રાફીકની સમસ્યા સર્જાતી હતી. વાહન ચાલકો સામે કાર્યવાહી થતા લોકોએ હાશકારો અનુભવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...