તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • આજથી શાળાનાં સમયમાં ફેરફાર, સવારે 7 થી 11 સુધી ભણશે છાત્રો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજથી શાળાનાં સમયમાં ફેરફાર, સવારે 7 થી 11 સુધી ભણશે છાત્રો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગરમીને લઇ પ્રા.શાળાનાં છાત્રો માટે શિક્ષણ વિભાગનો નિર્ણય

અમરેલીજિલ્લામા હાલ તાપમાનનો પારો ઉંચકાઇ રહ્યો હોય બપોરના સુમારે તો આકરી ગરમી પડવાની શરૂઆત થઇ ચુકી છે. હજુ આગામી દિવસોમા પારો વધુ ઉંચકાય તેવી પણ શકયતાઓ જોવાઇ રહી હોય ત્યારે જિલ્લાની પ્રાથમિક શાળાઓના સમયમા ફેરફાર કરવા માટે રજુઆત કરવામા આવી હતી. જેને પગલે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પ્રાથમિક શાળાઓનો સમય સવારનો કરવામા આવતા વિદ્યાર્થીઓએ રાહત અનુભવી છે.

હોળી પર્વ બાદ અમરેલી સહિત જિલ્લામા ગરમી પડવાની શરૂઆત થઇ ચુકી છે. હાલ તાપમાનનો પારો દિવસે દિવસે ઉંચકાતો જાય છે. બે દિવસ પહેલા હવામાન વિભાગ દ્વારા પણ સૌરાષ્ટ્રમા હિટવેવની આગાહી આપી હતી. અને ગરમ પવન ફુંકાવાની સાથે પારો ઉંચકાય તેમ જણાવાયું હતુ. હાલ અમરેલીમા સુર્યનારાયણ ઉગતાની સાથે આખો દિવસ ગરમી પડવાની શરૂઆત થઇ ચુકી છે. આકરી ગરમી પડી રહી હોય શાળાએ જતા વિદ્યાર્થીઓને પણ મુશ્કેલી પડે છે. ત્યારે શાળાના સમયમા ફેરફાર કરવામા આવે તે માટે જિલ્લા શિક્ષણ શાખાના ચેરમેન રમીલાબેન માલાણી સમક્ષ જિલ્લા શિક્ષક સંઘ, તાલુકા શિક્ષક સંઘ ઘટક તરફથી રજુઆત કરવામા આવી હતી.

આગામી દિવસોમા પણ હજુ તાપમાનનો પારો ઉંચકાશે તેવી શકયતા હોય વિદ્યાર્થીઓને મુશ્કેલી નિવારવા માટે તા. 20ને સોમવારથી તમામ પ્રાથમિક શાળાઓનો સમય સવારે 7 થી 11 કલાક સુધીનો રાખવા માટે જિલ્લા શિક્ષણાધિકારી બી.કે.પટેલ દ્વારા જાહેર કરવામા આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓએ હાશકારો અનુભવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો