તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • અમરેલીમાં ચિતલ રોડ પરના મુખ્ય માર્ગની સ્ટ્રીટ લાઇટ બંધ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલીમાં ચિતલ રોડ પરના મુખ્ય માર્ગની સ્ટ્રીટ લાઇટ બંધ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોળ દવાખાનાથી ઠેબી ડેમ સુધી સ્ટ્રીટ લાઇટનાં ધાંધીયા

અમરેલીનાલોકો કંઇકને કંઇક સમસ્યાઓથી પીડાતા હોય છે. અમરેલીમાં ચિત્તલ રોડ પર મુખ્ય માર્ગ પર રોડ પરની સ્ટ્રીટ લાઇટો બંધ રહેતા વિસાતરના લોકોને મુશ્કેલી પડી રહી છે. ગોળ દવાખાનેથી ઠેબી ડેમ સુધીની તમામ સ્ટ્રીટ લાઇટો પાછલા કેટલાક દિવસથી બંધ હાલતમાં છે. પાલીકા દ્વારા વહેલી તકે સ્ટ્રીટ લાઇટ શરૂ કરવામા આવે તેવી માંગ ઉઠી છે.

અમરેલીમાં દરરોજ અલગ અલગ વિસ્તારમાં લોકો કંઇકને કંઇક સમસ્યાઓથી પીડાતા હોય છે. ક્યારેક અમુક વિસ્તારમાં લોકો પાણીની સમસ્યાઓથી મુશ્કેલી અનુભવતા હોય છે તો ક્યારેક બિસ્માર હાલતમાં જોવા મળતા રોડને કારણે મુશ્કેલીનો સામનો કરતા નજરે પડે છે. હાલ ચિત્તલ રોડના મુખ્ય માર્ગ પર સ્ટ્રીટ લાઇટ બંધ હાલતમાં જોવા મળી રહી છે.

રોડ પર રાત્રે વિસ્તારમાં રહેતા મોટા ભાગના લોકો ચાલવા માટે નીકળતા હોય છે. સ્ટ્રીટ લાઇટ બંધ હોવાથી રોડ પર ખૂબ અંધારું હોય અકસ્માત થવાનો ભય પણ રહી શકે છે. ગોળ દવાખાનાથી લઇ ઠેબી ડેક સુધી સ્ટ્રીટ લાઇટ બંધ હાલતમાં છે.આ રોડ પર રાત્રીના સમયે મોટા વાહનો પણ નીકળતા હોય છે તેથી પણ અકસ્માત થઇ શકે છે. ખાસ કરીને વૃધ્ધ માણસોને આના કારણે હાડમારી વેઠવી પડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો