તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • અમરેલી જિલ્લાનાં અનુજાતિનાં 18 લાભાર્થીને દોઢ કરોડનું ધિરાણ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલી જિલ્લાનાં અનુજાતિનાં 18 લાભાર્થીને દોઢ કરોડનું ધિરાણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરમાં મુખ્યમંત્રીનાં હસ્તે ચેક અર્પણ કરાયા

ગુજરાતઅનુજાતિ વિકાસ કોર્પોરેશન ગાંધીનગર દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે અનુજાતિનાં લાભાર્થીઓને લોન ધિરાણ વાહન વિતરણ ચેક વિતરણ કાર્યક્રમ ગાંધીનગર ટાઉનહોલમાં યોજાયો હતો. જેમાં રાજ્યનાં 950 લાભાર્થીને 28 કરોડ જેવી રકમનું ધિરાણ કર્યું હતું. અને અમરેલી જિલ્લાના 18 લાભાર્થીઓનું એક કરોડ બાવીસ લાખની રકમનું ધિરાણ કર્યું હતું.

ગુજરાત અનુજાતિ વિકાસ કોર્પોરેશન ગાંધીનગર દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે અનુજાતિનાં લાભાર્થીઓનાં હસ્તે લોન ધિરાણ વાહન વિતરણ ચેક વિતરણ કાર્યક્રમ ગાંધીનગર ટાઉન હોલમાં યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલ, મંત્રી આત્મારામભાઇ પરમાર, નિગમનાં અધ્યક્ષ રમેશભાઇ સોલંકી, રમણભાઇ વોરા, જિતેન્દ્રભાઇ વાઘેલા, અને ડીરેક્ટરો, લાભાર્થીઓ હાજર રહ્યા હતા. ઉપરાંત બીજા મહાનુભાવો પણ ઉપસ્થીત રહ્યા હતા.

કાર્યક્રમમાં રાજ્યનાં 950 લાભાર્થીઓને 28 કરોડ જેવી રકમનું ધિરાણ કર્યું હતું. અમરેલી જિલ્લાનાં 18 લાભાર્થીઓને એક કરોડ બાવીસ લાખની રકમનું ધિરાણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો