તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલી યાર્ડમાં કપાસનાં ઢગલા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોડીસાંજે માર્કેટીંગ યાર્ડ બહાર લાગી વાહનોની લાંબી કતારો લાગી

ઓણસાલઅમરેલી જિલ્લામા કપાસનો બમ્પર પાક થયો છે. અને ખેડૂતો મોટા પ્રમાણમા યાર્ડમા માલ લાવી રહ્યાં છે. જો કે કયારેક અચાનક ખુબ મોટા પ્રમાણમા યાર્ડમા કપાસ આવી જતો હોવાનુ જોવાઇ રહ્યું છે. આજે પણ એવુ થયુ હતુ. યાર્ડમા કપાસના ગંજ ખડકાયા હતા અને યાર્ડ બહાર વાહનોની લાંબી લાઇન લાગી હતી.

અમરેલી માર્કેટીંગયાર્ડ આજે કપાસ અને અન્ય જણસોથી છલકાઇ ઉઠયું હતુ. કારણ કે આગામી દિવસોમા માર્ચ એન્ડિંગ તથા યાર્ડમા સીસી રોડના કામના કારણે તે બંધ રહેવાનુ છે. તેના કારણે ખેડૂતોએ યાર્ડમા માલ વેચવા માટે પડાપડી કરી મુકી છે. સામાન્ય રીતે દિવાળી તથા આસપાસના સમયમા અમરેલી યાર્ડમા સૌથી વધુ કપાસ વેચાવા માટે આવે છે. ત્યારબાદ શહેરના માર્ગો પર લાંબી લાંબી વાહનોની લાઇન હોય તેવુ બહુ ઓછા દિવસોમા જોવા મળે છે.

જો કે આજે આવુ દ્રશ્ય ફરી જોવા મળ્યું હતુ. રવિવારની રજા બાદ આવતીકાલે યાર્ડ ફરી ખુલશે. ખેડૂતોએ આજે યાર્ડ બહાર વાહનોની લાંબી કતારો કરી દીધી હતી. રવિવારની રજાના પરિણામે બજારમા ઓછી ભીડ હોય વાંધો આવ્યો હતો જો કે મોડીસાંજે ટ્રાફિક થતા વાહન ચાલકોને થોડી અગવડતા જરૂર પડી હતી.

અમરેલી માર્કેટીંગયાર્ડ તા. 21/4ને મંગળવારથી તા. 9/4 સુધી અમરેલી માર્કેટીંગયાર્ડ બંધ રહેનાર છે. માર્ચ એન્ડિંગ ઉપરાંત યાર્ડમા સીસીરોડનુ કામ ચાલુ થનાર હોય હરરાજી બંધ રહેશે. તસ્વીર-જયેશ લીંબાણી

આવતીકાલથી યાર્ડ બંધ થશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો