તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલી-લાઠી પાલિકાની એક-એક બેઠકો માટે જંગ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પેટાચૂંટણી જીતવા માટે ઉમેદવારો થયા સજ્જ

અમરેલીતથા લાઠી નગરપાલિકાની ખાલી પડેલી 1-1 બેઠકો માટે આજે ઉમેદવારીપત્ર પરત ખેંચવાના સમય બાદ બન્ને બેઠકો ઉપર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ ખેલાશે. બંને બેઠકો માટે ભાજપ તથા કોંગ્રેસે ઉમેદવારો ઉભા રાખતાં હવે આગામી 2 એપ્રિલના રોજ મતદાન યોજાશે.અમરેલી નગરપાલિકાના વોર્ડ નં. 3 માટે ખાલી પડેલી બેઠક ઉપર ભાજપાએ સમીરભાઇ જીતેન્દ્રભાઇ જાનીને મેદાને ઉતાર્યા છે. સામે કોંગ્રેસ પક્ષે મહિલા ઉમેદવાર મનિષાબેન કિરણભાઇ ભાખેરને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે લાઠી નગરપાલિકાના વોર્ડ નં. 2ની બેઠક માટે ભાજપાના પ્રિયાબેન વિશાલભાઇ ડોડીયા સામે કોંગ્રેસનાં ઉમેદવાર નર્મદાબેન જયસુખભાઇ સરવૈયા મેદાનમાં ઉતર્યા છે.આપ ભાજપ અને કોંગ્રેસ માટે બેઠક જીતવાનો પ્રયાસ કરાશે. જેને લઇ પાલીકાનાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આજે ઉમેદવારી પરત ખેંચવાના અંતિમ દિવસે એકપણ પરત નહીં ખેંચાતા આગામી તા. 2 એપ્રિલે મતદાન યોજાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો