તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • અમરેલીમાં ગુજરાત જનચેતના પાર્ટી દ્વારા પ્રશિક્ષણ કાર્ય શિબિર યોજાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલીમાં ગુજરાત જનચેતના પાર્ટી દ્વારા પ્રશિક્ષણ કાર્ય શિબિર યોજાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
યુવાનો,ખેડૂતો અને ગરીબોના હિત માટે ગુજરાતના લોકો દ્વારા સ્થાપતિ ગુજરાત જનચેતના પાર્ટી દ્વારા દક્ષિણ ઝોન સુરત, ભરૂચ, નર્મદા, તાપી, નવસારી, વલસાડ, ડાંગ સહિતના ગામોના કાર્યકર્તાઓને પ્રશિક્ષિત કરવા પ્રશિક્ષણ કાર્ય શિબિરનું આયોજન કરવામા આવ્યું હતુ.

ગુજરાત જનચેતના પાર્ટી દક્ષિણ ઝોન દ્વારા કાર્યકર્તાઓ માટે પ્રશિક્ષણ કાર્ય શિબિરનું આયોજન કરવામા આવ્યું હતુ ગુજરાત જનચેતના પાર્ટીના દિવ્યેશભાઇ ચાવડા, અશોકભાઇ ભાલીયાએ જણાવ્યું હતુ કે પ્રશિક્ષણ કાર્યશિબિરમા સાંપ્રત પરિસ્થિતીમા ગુજરાતની લોક સમસ્યા વિગેરે વિષયો પર નિષ્ણાંત વકતાઓ માર્ગદર્શન પુરૂ પાડવામા આવ્યું હતુ જેમા મોટી સંખ્યામા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતા.

સમગ્ર દક્ષિણ ગુજરાતના કાર્યકર્તાઓની પ્રશિક્ષણ કાર્ય શિબિરમા ગુજરાતની રાજકીય પરિસ્થિતીને વાચા આપવા ભરતી કૌભાંડની સત્યતા બહાર લાવવા સીટની માંગણી, ખેડૂતોને વિજળી, પાણી સાથે ખેત પેદાશોના પોષણક્ષમ ભાવો, પાક વિમા બાબતે સરકારની ઉદાસીનતા, ગુજરાતમા વ્યસનમુકિત તથા ગૌરક્ષાનુ અમલીકરણ, ગુજરાતના નાગરિકોને શિક્ષણ, આરોગ્ય તથા મોંઘવારીની સમસ્યા, ગુજરાતમા શિક્ષિત યુવા બેરોજગારી નાબુદીનું જનઆંદોલન, ગુજરાતમા દલિતો પર થતા અત્યાચાર વિષયો પર ચર્ચા વિચારણા કરવામા આવી હતી. સાથે સાથે દક્ષિણ ગુજરાતમા બુથ લેવલ સુધીના સંગઠન નિર્માણ પર ભાર મુકવામા આવ્યો હતો. કાર્ય શિબિરમા આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતા.

જિલ્લાઓમાંથી આવેલા કાર્યકત્તાઓએ માર્ગદર્શન મેળવ્યું તસ્વીર- ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો