Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમરેલીમાં નાગરિક બેંક દ્વારા SBI સાથે ટાઇઅપ કરી ATMની સુવિધા અપાશે
અમરેલીનાગરિક સહકારી બેંકની આજે મળેલી સાધારણ સભામા એવી જાહેરાત કરાઇ હતી કે બેંક દ્વારા ટુંક સમયમા ગ્રાહકો માટે એટીએમ સુવિધા શરૂ કરાશે અને એસબીઆઇ સાથે ટાઇઅપ કરી દેશભરમા તેના 60 હજારથી વધુ એટીએમનો ગ્રાહકોને લાભ મળે તેવી વ્યવસ્થા કરાશે.
અમરેલી નાગરિક સહકારી બેંકની 52મી વાર્ષિક સાધારણ સભા ચેરમેન અર્જુનભાઇ સોજીત્રા, વાઇસ ચેરમેન મુઝફરહુશેન સૈયદ, પી.પી.સોજીત્રા, જયેશભાઇ નાકરાણી અને જનરલ મેનેજર આવિષ્કાર ચૌહાણની ઉપસ્થિતીમા મળી હતી. જેમા મેનેજરે જણાવ્યું હતુ કે બેંકમા 137.91 કરોડની થાપણ છે. 75.45 કરોડનુ ધિરાણ કરાયુ છે. 2.61 કરોડનો નફો બેંક દ્વારા કરાયો છે.
તકે બોલતા બેંકના પુર્વ ચેરમેન પી.પી.સોજીત્રાએ જણાવ્યું હતુ કે સતત 14મા વર્ષે પણ બેંકનુ એનપીએ જીરો ટકા છે. તથા ગ્રોસ એનપીએ માત્ર 1.46 ટકા જળવાયુ છે. તેમણે એમપણ જણાવ્યું હતુ કે નાગરિક બેંક દ્વારા ટુંક સમયમા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સાથે ટાઇઅપ કરી એટીએમની સેવા ચાલુ કરાશે. જે અંતર્ગત બેંકનુ એટીએમ કાર્ડ ધરાવનાર ગ્રાહક એસબીઆઇના 60 હજારથી વધુ એટીએમમાથી નાણા ઉપાડી શકશે. ઉપરાંત ઇન્ટરનેટ બેંકીંગ, મોબાઇલ બેંકીંગ સહિતની આધુનિક સુવીધાઓ આવનારા સમયમા બેંકના ગ્રાહકોને મળી રહેશે.
તેમણે એમપણ જણાવ્યું હતુ કે બેંક દ્વારા સભાસદોને 15 ટકા ડિવીડન્ટ જાહેર કરવામા આવ્યું છે. ઉપરાંત આકર્ષક ભેટ પણ આપવામા આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે નાગરીક સહકારી બેંક દ્વારા તાજેતરમા રાહતદરે ચોપડા વિતરણ પણ કરવામા આવ્યું હતુ. સભામા આસી.મેનેજર દિલીપભાઇ ધોરાજીયા, રિકવરી ઓફિસર અશ્વિનભાઇ પટેલ, અજયભાઇ નાકરાણી વિગેરે પણ ઉપસ્થિત રહ્યાં હતા.
મળેલી બેઠકમાં નવા એટીએમ મુકવા જાહેરાત કરાઇ હતી. તસ્વીર- ભાસ્કર