તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • ખાંભા તાલુકાની નાનુડી નજીક રસ્તા પર ચડી આવ્યા સાવજો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખાંભા તાલુકાની નાનુડી નજીક રસ્તા પર ચડી આવ્યા સાવજો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમરેલીજિલ્લાના રેવન્યુ વિસ્તારમા વસતા સાવજો માટે ઘર એટલે ખેડૂતોના વાડી ખેતરો, જાહેર માર્ગો કે પછી ગામનુ પાદર. અવારનવાર સાવજો વાડી ખેતર કે રસ્તામા લોકોની નજરે ચડી જાય છે. આજે ખાંભાના નાનુડીના રસ્તા પર બે સાવજોએ લટાર મારી હતી અને બાદમાં વાડી ખેતરોમા ચાલતી પકડી હતી.ખાંભા તાલુકાના નાનુડી પંથકમા સાવજોનો વસવાટ છે. વિસ્તારમા સાવજો અવારનવાર વાડી ખેતરોમા ધામા નાખે છે અને કયારેક રસ્તા પર પણ આવી ચડે છે. આજે આવુ દ્રશ્ય જોવા મળ્યું હતુ જયારે બે સાવજો રસ્તા પર આવી ચડયા હતા. જો કે તેણે રસ્તા પર લાંબો સમય અડ્ડો જમાવ્યો હતો. જેના કારણે ટ્રાફિક જામ જેવુ કશુ થયુ હતુ. સાવજો રસ્તો ક્રોસ કરી જયાં ખેડૂતો કામ કરી રહ્યાં હતા તે વાડી ખેતરોમા ચાલતી પકડી હતી. અહીના ખેડૂતોને કાયમ માટે સાવજોની હાજરીમા વાડી ખેતરમા કામ કરવુ પડે છે. ખેડુતોને તેની આદત પડી ગઇ છે. તેઓ સાવજોને ડિસ્ટર્બ કરતા નથી જેના કારણે કોઇ તકલીફ પડતી નથી. અહીના સાવજો પણ માણસની હાજરીથી ટેવાઇ ગયા છે. આજે બંને સાવજો ઝડપથી એક પછી એક વાડી ખેતરો પાર કરી આગળ નીકળી ગયા હતા.

ખેતરોમાં લટાર મારતા સાવજો જોવા મળ્યા હતા. તસવીર- ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો