રાત્રીનાં અવરજવર વખતે લોકોને હાલાકી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીશહેરમાં વરસાદ થવાના કારણે અમુક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટ બંધ હોવાના કારણે લોકોને અગવડતા પડી રહી છે. કારણે અનેક રસ્તાઓ બિસ્માર હાલતમાં હોવાના કારણે રાત્રીના સમયે લોકોને બહાર નીકળવામાં ભારે અગવડતા પડી રહી છે. અને ખાડાઓ પડી જવાના કારણે નાના વાહનો લઇનને નીકળતા લોકો પડે છે અને તેઓને ઇજા પહોંચે છે.

સમગ્ર અમરેલી જિલ્લામાં ખૂબ સારો વરસાદ પડી ગયો છે ત્યારે સ્ટ્રીટ લાઇટના પણ ધાંધીયા શરૂ થઇ ગયા છે. અમરેલી શહેરમાં અનેક વિસ્તારોમાં તથા રોડ પર સ્ટ્રીટ લાઇટ બંધ હાલતમાં છે. જેથી તમામ લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. કારણ કે સ્ટ્રીટ લાઇટ બંધ હોવાના કારણે રસ્તામાં મસમોટા પડેલા ખાડાઓ દેખાતા હોય નાના વાહનો લઇને નીકળતા વાહન ચાલકો પડે છે અને તેઓને ઇજા પહોંચે છે.

અમરેલીમાં રાજમહેલના ગ્રાઉન્ડમાં પણ સ્ટ્રીટ લાઇટ બંધ હોવાથી રાત્રીના સમયે અહીંથી પસાર થતા લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. તેથી નગરપાલિકા દ્વારા જે વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ બંધ છે તે વિસ્તાર તથા રસ્તાઓ પર સ્ટ્રીટ લાઇટ શરૂ કરવામાં આવે તેવી લોકોની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...