• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • રસ્તામાં મિત્રએ લીફ્ટ માંગીને ગળેટુપો આપી ઇજા કરી

રસ્તામાં મિત્રએ લીફ્ટ માંગીને ગળેટુપો આપી ઇજા કરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાઠીનાઠાંસામા રહેતા યુવાને તેના મિત્ર પાસેથી 12 હજાર ઉછીના લીધા હતા. બાદ ગતરાત્રીના યુવક પોતાની દુકાન બંધ કરીને ઘર તરફ જઇ રહ્યો હતો. ત્યારે તેના મિત્રએ મોટરસાયકલ રોકીને લીફટ માંગી હતી. બંને સાથે નીકળ્યાં બાદ થોડે દુર પહોંચતા પાછળથી સુતરની દોરી વડે ગળાટુંપો દઇ મોબાઇલ, રોકડ અને મોટરસાયકલ કુલ મળીને રૂ.60 હજારના મુદામાલની લુંટ ચલાવી તે ફરાર થઇ ગયો હતો.

અહી રહેતા અનીલભાઇ વાઘજીભાઇ વાઘેલા નામના યુવકે પોતાના મીત્ર સંજય શંભુ પંચાસરા પાસેથી 12 હજાર ઉછીના લીધા હતા. અનીલ ગતરાત્રીના પોતાની દુકાન બંધ કરી ઘર તરફ જઇ રહ્યો હતો. દરમિયાન ઠાંસા રોડ પર ગાયત્રી મંદિરની આગળ પાનની દુકાન પાસે સંજય ઉભો હતો. ઠાંસા આવવુ છે કહી તેના બાઇકની પાછળ બેસી ગયો હતો.બાઇક થોડે દુર પહોંચતા પાછળથી સંજયે સુતરની દોરી કાઢીને અનીલના ગળામાં દોરી વીટીને ગળાટુપો દેવા લાગ્યો આથી યુવાને પોતાનો બચાવ કરતા મોટરસાયકલ પરથી બન્ને પડી ગયા હતા અને યુવાનને ગળાના ભાગે લોહી નિકળવા લાગ્યુ હતુ. બાદમાં સંજયે તેને ઢીકાપાટુનો મુંઢમારીને ઇજા કરતા યુવાન બેભાન હાલતમાં થઇ ગયો હતો.સંજયે અનીલના ખીસ્સામાંથી એક મોબાઇલ રૂ.19 હજાર, રોકડ રકમ રૂ.6 હજાર તથા મોટરસાયકલ રૂ.35 હજાર કુલ મળીને રૂ.60 હજારનો મુદામાલની લુંટ ચલાવી નાસી ગયો હતો. બાદમા અનીલે ફોન મારફત તેના પરિવારને જાણ કરી હતી. ઘાયલ અનીલને 108ની મદદથી દવાખાને ખસેડવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...