ક્રાઇમ રીપોર્ટર | અમરેલી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઇમ રીપોર્ટર | અમરેલી

લાઠી તાલુકાના દુધાળા ગામમાં રહેતા 70 વર્ષિય વૃધ્ધાએ આજે એસીડ પી લેતા તેઓને સારવાર માટે અમરેલી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. અહી તેઓની સારવાર ચાલી રહી છે. આ બારામાં લાઠી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે, લાઠી તાલુકાના દુધાળા ગામમાં રહેતા રૈયાબેન બાબભાઇ મેર (ઉ.વ.70) નામની વૃધ્ધાએ આજે સવારે 10 વાગ્યે કોઇ અગમ્ય કારણોસર એસીડ પી લીધુ હતુ. આ બાદ તેઓની તબીયત લથડી જતા સારવાર માટે અમરેલી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. હાલમાં તેઓ બેભાન છે ક્યા કારણોસર પગલુ ભર્યુ તે અંગેની લાઠી પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...