• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • વડેરામાં વિદ્યાલયમાં વિદાય સમારોહ ભાવિ કારકિર્દી માટે માર્ગદર્શન અપાયું

વડેરામાં વિદ્યાલયમાં વિદાય સમારોહ ભાવિ કારકિર્દી માટે માર્ગદર્શન અપાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા

વડીયામાંજનતા વિદ્યાલય વડેરામાં એસ.એસ.સીનાં વિદ્યાર્થી ભાઇ બહેનોનો સુભેચ્છા વિદાય સમારંભ યોજવામા આવેલ હતો સૌ પ્રથમ સામુહિક પ્રાર્થના ત્યારબાદ મહેમાનોનું શાબ્દીક તેમજ પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવેલ હતું.આ પ્રસંગે પ્રવીણભાઇ માંગરોળીયા,વિશાલભાઇ,તેમજ વડેરા ગ્રામ પંચાયતના સરપંચ પ્રતીનીધી તરીકે કમલેશભાઇ દેથલીયા ઉપસ્થિત રહયા હતા તેમજ પ્રાસંગીક પ્રવચનો આપેલ તેમજ શાળાના આચાર્ય મુકુંદભાઇ મહેતા,પંકજભાઇ દેવમુરારી દ્વારા એસ.એસ.સીના વિદ્યાર્થી ભાઇ બહેનોને ભાવી કારકીર્દી માટે શુભેચ્છાઓ પ્રદાન કરેલી તેમજ શુભેચ્છા પ્રતિકરૂપે પુષ્પગુચ્છ અરપણ કરાયેલા હતા.ત્યારબાદ વિવિધ સ્પર્ધાઓમાં પ્રથમ ત્રણ નંબર પર આવેલ વિદ્યાર્થી ભાઇ બહેનોને પ્રમાણપત્ર તેમજ શિલ્ડ આપીને પ્રોત્સાહન કરાયા હતા.

મહેમાનોનું પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું તસ્વીર-જયેશ લીંબાણી

અન્ય સમાચારો પણ છે...