• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • દામનગર શહેરમાં ધુળેટી પર્વ ઉજવવા યુવાનોમાં ઉત્સાહ

દામનગર શહેરમાં ધુળેટી પર્વ ઉજવવા યુવાનોમાં ઉત્સાહ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરની મુખ્ય બજારોમાં ખજુર, ધાણી, પતાસા, હારડા સહિતની ચlજવસ્તુઓ ખરીદવા ભીડ

દામનગરમાંહોળી-ધુળેટીના પર્વે યુવાનો બાળકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ધુળેટીના પર્વને લીધે આજે દામનગર શહેરની બજારોમા પણ ભીડ જોવા મળી હતી. અહી નાના બાળકોથી લઇ યુવાનો પીચકારીની ખરીદી કરતા પણ જોવા મળી રહ્યાં છે. ધુળેટી પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે. ધુળેટીના પર્વને લઇને યુવાનોમા ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. રસ્તાઓ તથા બજારોમાં ભીડ જોવા મળી હતી. તથા બાળકો પોતાના પરિવારજનો સાથે બજારમાં રંગો,પીચકારીની ખરીદી કરવામા વ્યસ્ત જોવા મળી રહ્યાં છે. ઉત્સાહ અને લાગણીઓ યુવાનોમાં પણ જોવા મળેલ હતી. અહી નોટબંધીની હાલ કોઇ અસર જોવા મળી રહી નથી. દામનગરમાં રહેતા શહેરીજનોમાં આજથી હર્ષની લાગણીઓ જોવા મળેલ હતી. અને બજારોમાં દાળીયા,ખજુર,ધાણી,પતાસા,હારડા,શ્રી ફળ,વિવિધ રંગો અને ભાત ભાતની પીચકારીઓ બજારમાં જોવા મળેલ હતી.

અન્ય સમાચારો પણ છે...