વાતાવરણ પલટાયું, વાદળો ઘેરાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઠંડા પવનો ફૂંકાયા, માવઠુ થશે તો કેરીના પાકને નુકસાન થવાની ભિતી

અમરેલીપંથકમા એકાએક વાતાવરણમા પલટો આવ્યો છે. અહી છેલ્લા ત્રણેક દિવસથી આકાશ વાદળછાયું જોવા મળી રહ્યું છે. તો ઠંડા પવનો પણ ફુંકાતા જોવા મળી રહ્યાં છે. જેને પગલે વાતાવરણમા પણ ઠંડક પ્રસરી છે. અચાનક વાતાવરણમા બદલાવ આવતા અને માવઠાની ભિતીથી કેરી પકાવતા ખેડૂતો પણ મુંઝવણમા મુકાયા છે. અહી સુર્યનારાયણ ઉગતાની સાથે દિવસભર હુંફાળુ વાતાવરણ જોવા મળે છે પરંતુ રાત્રીના ઠંડા પવનો ફુંકાઇ રહ્યાં છે.

અમરેલી પંથકમા થોડા દિવસ પહેલા એકાએક તાપમાનનો પારો ઉંચકાયો હતો જેને પગલે બપોરના સુમારે લોકો આકરી ગરમીનો અનુભવ કરી રહ્યાં હતા. આખો દિવસ ગરમીના કારણે લોકો અકળાઇ ઉઠયાં હતા. જો કે ફરી એકાએક વાતાવરણમા પલટો આવ્યો હતો. છેલ્લા ત્રણેક દિવસથી આકાશમા વાદળો ઘેરાતા જોવા મળી રહ્યાં છે. ગઇકાલે રાત્રીના ઠંડાબોળ પવનો પણ ફુંકાયા હતા.

આજે શહેરનુ મહતમ તાપમાન 32.6 ડિગ્રી નોંધાયુ હતુ. જયારે ન્યુનતમ તાપમાન 16.4 ડિગ્રી રહ્યું હતુ. બે દિવસથી હવામા ભેજનુ પ્રમાણ વધુ રહેતુ હોય તેમજ પવનની ગતિ પણ વધુ રહેતી હોય વાતાવરણમા ઠંડક પણ જોવા મળી રહી છે. આખો દિવસ અવારનવાર આકાશમા વાદળો ઘેરાઇ જાય છે. તો વહેલી સવારે અને રાત્રીના ઠંડાબોળ પવનો પણ ફુંકાતા જોવા મળી રહ્યાં છે.

માવઠાની ભિતીથી ખેડૂતો મુંઝવણમાં

દરવર્ષની જેમ ઉનાળાના આરંભ સાથે માવઠાની સ્થિતિ ઉભી થાય છે ત્યારે ઓણસાલ પણ વાતાવરણમા પલટો આવતા ખેડૂતો મુંઝવણમા મુકાયા છે. ખાસ કરીને કેરી પકાવતા ખેડૂતોને માવઠાની ભિતીથી કેરીના પાકને નુકશાન થવાની સંભાવના સતાવી રહી છે.

ઠંડાબોળપવનના સુસવાટા

અહીસવારે અને રાત્રીના સમયે બે દિવસથી ઠંડો પવન ફુંકાઇ રહ્યો છે. જો કે સુર્યનારાયણ ઉગતાની સાથે વાતાવરણ હુંફાળુ બની જાય છે. ફરી સાંજ ઢળતા પવન ફુંકાવાની શરૂઆત થઇ જાય છે. જેને પગલે વાતાવરણમા પણ ઠંડુ બની જાય છે.

અન્ય સમાચારો પણ છે...