તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • ખાંભાના ભુંડણીમાં અચાનક અધિકારીઓનાં ધાડેધાડા ઉમટ્યા

ખાંભાના ભુંડણીમાં અચાનક અધિકારીઓનાં ધાડેધાડા ઉમટ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
IRD શાખાનાં કર્મીઓની હાજરીમાં કામગીરી અંગે સંતોષ વ્યકત કર્યો

શૌચાલય અને સ્વચ્છતાનું ચાલતું કામ નિહાળવા ડીડીઓનું સરપ્રાઇઝ ચેકિંગ

દેશભરમાંસ્વચ્છતા અભીયાન ચાલી રહ્યુ છે. બીજી તરફ શૌચાલયના નિર્માણની કામગીરી પણ વેગવંતી છે ત્યારે ગઇકાલે અમરેલીના જીલ્લા વિકાસ અધિકારીએ અન્ય અધિકારીઓ સાથે ખાંભા તાલુકાના ભુંડણી ગામની સરપ્રાઇઝ મુલાકાત લીધી હતી અને બન્ને પ્રકારની કામગીરી કઇ રીતે ચાલે છે તે નિહાળ્યુ હતું.

સ્વચ્છતા અભીયાન અને શૌચાલયની કામગીરી વેગવંતી બનાવવા સરકારનું પણ ઉપરથી દબાણ છે. ત્યારે અમરેલી જીલ્લાના ઉચ્ચ અધિકારીઓ કામગીરીને આગળ ધપાવવા ગ્રામ્ય વિસ્તારોમાં સરપ્રાઇઝ મુલાકાતો લઇ રહ્યા છે. અમરેલીના જીલ્લા વિકાસ અધિકારી સુજીતકુમારે ગઇકાલે ખાંભા તાલુકાના ભુંડણી ગામની મુલાકાત લીધી હતી. તેમની સાથે ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ઉપરાંત તાલુકા પંચાયતની આઇઆરડી શાખાના કર્મચારીઓ પણ હાજર રહ્યા હતાં.

જીલ્લા વિકાસ અધિકારીએ ભુંડણીમાં થઇ રહેલી શૌચાલયના નિર્માણની કામગીરી નિહાળી હતી અને સાથે સાથે સ્વચ્છતા અભીયાનનું પણ જાત નિરીક્ષણ કર્યુ હતું. અહિંની કામગીરીથી તેમણે સંતોષ પણ વ્યક્ત કર્યો હતો. સરપ્રાઇઝ વિઝીટ લેનારા ડીડીઓને પણ ગામલોકોએ હોંશભેર આવકાર્યા હતાં. ગામના કેશુભાઇ કોટીલા, વલકુભાઇ કોટીલા વિગેરે પણ અહિં દોડી આવ્યા હતાં.ઉલ્લેખનીય છે કે જિલ્લામાં સ્વચ્છતા અને શૌચાલયની કામગીરી વ્યવસ્થિત ચાલી રહી છે કે નહિં તે માટે ઉચ્ચ અધિકારીઓઅે કડક હાથે કામ લેવાનું શરૂ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...