તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાઠીનાં જરખીયા ગામે બન્યો બનાવ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઠપકો દેવા આવેલી મહિલા પર દંપતી તૂટી પડ્યંુ

બાળકોની તકરારમાં મહિલાને પથ્થર અને લાકડીના ઘા ઝીંક્યા

લાઠીતાલુકાના જરખીયા ગામે સ્કૂલમાં બાળકોને તકરાર થતા મુદે બોલાચાલી થયા બાદ અહિંની દલીત મહિલાને બે ભરવાડ શખ્સોએ છુટ્ટા પત્થરના ઘા મારી લાકડી વડે માર મારી ઇજા પહોંચાડતા તેણે બન્ને સામે લાઠી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

બાળકોની તકરારમાં મહિલા પર હુમલાની ઘટના લાઠી તાલુકાના જરખીયા ગામે બની હતી. પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર જરખીયાની લીલાબેન ગુણવંતભાઇ રાઠોડ (ઉ.વ. 40) નામની દલીત મહિલાને અહિંના કાના ભરવાડ અને તેની પત્નીએ માર માર્યો હતો. બન્નેના છોકરાઓને સ્કૂલમાં તકરાર થઇ હતી. જેથી તે ઠપકો આપવા ભરવાડ દંપતીના ઘરે ગયા હતાં. પરિણામે દંપતી ઉશ્કેરાઇ ગયુ હતું અને તમે ઠપકો આપવા અમારા ઘર સુધી કેમ આવ્યા તમારા ટાટીયા ભાંગી નાખીશ તેવી ધમકી આપી હતી. બન્ને શખ્સોએ તેને જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી પત્થરના ઘા મારી તેના સહિત ત્રણ વ્યક્તિને ઇજા પહોંચાડી હતી. બાદમાં કાના ભરવાડે તેને લાકડી વડે પણ માર મારી ઇજા પહોંચાડી હતી. જે અંગે તેણે બન્ને સામે લાઠી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ડીવાયએસપી બી.જી. ભરવાડ બનાવની તપાસ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...