તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • વાહકજન્ય રોગ અટકાવવા ડોર ટુ ડોર સર્વે કામગીરી હાથ ધરાશે

વાહકજન્ય રોગ અટકાવવા ડોર ટુ ડોર સર્વે કામગીરી હાથ ધરાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાણી ભરાતી જગ્યા પર સ્વચ્છતા માટે જાગૃતિ ફેલાવાશે

અમરેલીજિલ્લામાં ચોમાસા બાદ ડેન્ગ્યુનો રોગચાળો વકર્યો છે અને અનેક સ્થળે ડેન્ગ્યુના કેસો સામે આવી રહ્યાં છે. ત્યારે તંત્ર દ્વારા વાહકજન્ય રોગ અટકાયત અને નિયંત્રણ કામગીરી કરવામા આવશે.

હાલમા જિલ્લામા અનેક વિસ્તારોમા ડેન્ગ્યુનો ઉપદ્વવ જોવા મળી રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા રોગચાળાને અટકાવવા કામગીરી શરૂ કરવામા આવી રહી છે. જિલ્લામા ડોર ટુ ડોર સર્વે કામગીરી ચાલુ છે. ઉપરાંત તા. 29થી તા. 1 ઓકટોબર સુધી વાહકજન્ય રોગ અટકાયત અને નિયંત્રણ કામગીરીને અગ્રીમતા આપવામા આવી છે.

વરસાદની ઋતુ બાદ મચ્છરોની ઉત્પતિ અટકાવવામા આવે તો મેલેરીયા, ચીકનગુનીયા અને ડેન્ગ્યુ જેવા રોગોના કેસમા વધારો થવાની શકયતા વધી જાય છે. સમગ્ર પરિસ્થિતીને ધ્યાને લેતા વીક દરમિયાન વાહકજન્ય રોગ નિયંત્રણ પ્રવૃતિને ઝુંબેશ સ્વરૂપે હાથ ધરવાનુ નક્કી કરવામા આવ્યું છે. તમામ આરોગ્ય કાર્યકરોને સાંકળી કામગીરી દરમિયાન ફીવર સર્વેલન્સ, ઘરોની અંદર તથા બહાર જે સ્થળોએ પાણી ભરાયેલ છે ત્યાં પોરાનાશક કામગીરી, જૈવિક નિયંત્રણ, સોર્સ રીડકશન અને ડ્રાય ડે જેવી કામગીરી હાથ ધરવામા આવી છે. સ્કુલ તથા આંગણવાડીઓમા ચકાસણીનો કાર્યક્રમ, બાંધકામના સ્થળો પર મચ્છર ઉત્પતિ સ્થાનો નાબુદ કરવા, જાહેર તળાવો તેમજ અવાવરૂ જગ્યાઓ પર ભરેલ પાણીમા પોરાભક્ષક માછલી મુકવી તથા બીટીઆઇ કામગીરી તથા ઘનિષ્ઠ આરોગ્ય શિક્ષણ સાથે વાહકજન્ય રોગ નિયંત્રણ કામગીરી કરવામા આવશે.

અન્ય સમાચારો પણ છે...