તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • કાળા નાણાનાં અર્થતંત્રને કાયમી ધોરણે ડામો : સુવર્ણકાર સંઘ

કાળા નાણાનાં અર્થતંત્રને કાયમી ધોરણે ડામો : સુવર્ણકાર સંઘ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાંબા ગાળાનાં કાયમી સુધારા કરવા માંગ કરવામાં આવી

અમરેલીસુવર્ણકાર સંઘ દ્વારા કાળા નાણાના અર્થતંત્રને કાયમી ધોરણે ડામવા તેમજ લાંબા ગાળાના કાયમી સુધારા કરવા માંગ કરવામા આવી છે. હાલમા કેન્દ્ર સરકારની કાળાનાણાની આવક તથા સંપતિની સ્વૈચ્છિક જાહેરાત સ્કીમની તથા ઇન્કમટેક્ષ કાયદા હેઠળ જુદી જુદી કલમ હેઠળ સર્વે અને સર્ચ ઓપરેશન દ્વારા કાળાનાણાની આવકની જાહેરાત કરાવવાની ઝુંબેશ હાથ ધરવામા આવી છે. સુવર્ણકાર સંઘના પ્રમુખ અશ્વિનભાઇ પરીખે જણાવ્યું હતુ કે કોઇપણ સરકારમા કાળાનાણાની ઝુંબેશ ફકત ગણ્યાગાંઠયા આસામીઓ સુધી મર્યાદિત રહે છે અને મોટાભાગનો વર્ગ તેનાથી વંચિત રહે છે. જેથી આવી કોઇ ઝુંબેશનો અર્થતંત્ર ઉપર નકારાત્મક અસર થતી હોય છે. કાળાનાણાને ડામવા માટે લાંબા ગાળાના વહિવટી સુધારાઓ કરી કરવેરાના માળખાના દરોમા તથા વેપાર, ઉદ્યોગ તરફી સુધારાઓ કરવાની જરૂર છે. દરેક વેપાર ઉદ્યોગ અને વ્યવસાયોની સ્થાપનાથી લઇ રોજબરોજના વહીવટમા ઘણા બધા બીનજરૂરી કાયદાકીય દખલગીરી કરી વ્યવસાયો અને ઉદ્યોગોની ગતિશીલતાને અવરોધ કરે તેવા વહીવટી નિયંત્રણો લાદે છે. તે અવરોધો અને નિયંત્રણો દુર કરવા જોઇએ. કરવેરાનુ માળખુ સરળ અને સ્પષ્ટ અને દરેક વેપાર ઉદ્યોગોને પરવઠે તેવુ સુગમ અને વ્યાજબી હોવુ જોઇએ.

અન્ય સમાચારો પણ છે...