તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉરી હુમલાનો પૂતળા દહન કરી વિરોધ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીલીયામાં આઝાદ ગૃપે પાક.નાં આતંકી હુમલાને વખોડી કાઢ્યો

થોડાદિવસ પહેલા કાશ્મીરના ઉરી સેકટરમા આતંકવાદી હુમલામા 18 જેટલા જવાનોએ શહિદી વ્હોરી લીધી હતી. ઘટનાથી સમગ્ર દેશમા ઘેરા પડઘા પડયા હતા અને ઠેરઠેરથી વિરોધ ઉઠયો હતો. ત્યારે લીલીયામા આઝાદ ગૃપ દ્વારા શહિદોને શ્રધ્ધાંજલી અર્પી હતી અને પાકિસ્તાનના વડાપ્રધાનનુ પુતળાદહન કરી ઘટનાને વખોડી કાઢી હતી. ઉરીમા થયેલા આતંકવાદી હુમલામા વીર જવાનો શહિદ થતા ઘટનાના સમગ્ર દેશમા ઘેરા પડઘા પડયા છે. આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઠેરઠેરથી ઉઠી રહી છે. ત્યારે લીલીયામા આઝાદ ગૃપ દ્વારા વીર જવાનોને શ્રધ્ધાંજલી અર્પણ કરવા એક કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું હતુ.

શહિદોને શ્રધ્ધાંજલિ આપવામાં આવી

પાકિસ્તાન વિરોધી બેનરો સાથે આતંકનાં પુતળાનું દહન કરાયું તસ્વીર-મનોજ જોષી

અન્ય સમાચારો પણ છે...