તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાંધકામના તમામ કામો પુરા કરવા પ્રમુખની તાકિદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાંધકામ શાખાની સરપ્રાઇઝ વિઝીટ

અમરેલીજિલ્લા પંચાયતના પ્રમુખ જેનીબેન ઠુંમરે આજે જિલ્લા પંચાયતની બાંધકામ સમિતીની ઓચિંતી મુલાકાત લીધી હતી. અને અધિકારીઓને બાંધકામના અટકી પડેલા કામોને તાકિદે વેગ આપવા સુચના આપી હતી.

અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા જિલ્લા પંચાયતના વિકાસ કામો ઝડપી હાથ ધરવામા આવે તે માટે પ્રયાસો હાથ ધરાયા છે. જેનીબેન ઠુંમર દરેક શાખાના કામો યોગ્ય રીતે ઝડપી થાય તે માટે સતત નજર રાખી રહ્યાં છે. જેના ભાગરૂપે આજે તેમણે અમરેલી જિલ્લા પંચાયતની બાંધકામ શાખાની ઓચિંતી મુલાકાત લીધી હતી. અને જિલ્લાના જુદાજુદા વિસ્તારમા ચાલી રહેલા વિકાસ કામો અંગે જાણકારી મેળવી હતી. પ્રમુખે કામો ઝડપી અને યોગ્ય ગુણવતા સાથે થઇ રહ્યાં છે કે કેમ તેની પણ જાણકારી મેળવી હતી. કેટલાક અટકી પડેલા કામો અંગે તેમણે ઉચ્ચ અધિકારીઓને તાકિદે કામો પુર્ણ કરવામા આવે તેવી સુચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...