તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • અમરેલી લાયન્સ ક્લબ રોયલનાં પ્રથમ પ્રમુખ તરીકે મોવલીયા નિમાયા

અમરેલી લાયન્સ ક્લબ રોયલનાં પ્રથમ પ્રમુખ તરીકે મોવલીયા નિમાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેવાકીય પ્રવૃતિ માટે વ્યકિતગત રીતે 5 લાખનું દાન કર્યું હતુ

અમરેલીખાતે લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલની સ્થાપના સાથે તેનો શપથ ગ્રહણ સમારોહ યોજવામાં આવ્યો હતો અને ક્લબના પ્રથમ પ્રમુખ તરીકે સ્થાનિક ઉદ્યોગપતિ અને સેવાભાવી વસંતભાઇ મોવલીયાએ શપથ લીધા હતાં. અમરેલીમાં વિવિધ સંસ્થાઓ દ્વારા સેવાકીય પ્રવૃતિઓ ધમધમી રહી છે. ત્યારે તેમાં એક વધુનો ઉમેરો થતા લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલની સ્થાપના કરવામાં આવી હતી. જેનો પ્રથમ શપથ ગ્રહણ સમારોહ ગઇકાલે યોજાયો હતો. કાર્યક્રમના અધ્યક્ષસ્થાને એમજેએફ રમેશભાઇ પ્રજાપતી, ઉદઘાટકપદે હિતેષભાઇ ગણાત્રા તથા ઇન્સ્ટોલીંગ ઓફીસર તરીકે કમલેશભાઇ શાહની ઉપસ્થિતીમાં ક્લબના પ્રથમ પ્રમુખ તરીકે ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ટ્રસ્ટી અને ઉદ્યોગપતિ વસંતભાઇ મોવલીયાએ શપથ લીધા હતાં. ધ્વજવંદન મુકેશભાઇ કોરાટ દ્વારા કરાયુ હતું. ધારાસભ્ય પરેશભાઇ ધાનાણી, જીલ્લા પંચાયતના પ્રમુખ જેનીબેન ઠુમ્મર, ભાજપ અધ્યક્ષ હિરેનભાઇ હિરપરા, પ્રેમજીભાઇ મોવલીયા વિગેરેએ તેમને અભિનંદન પાઠવ્યા હતાં. તકે પૂર્વ સાંસદ વિરજીભાઇ ઠુમ્મર, પૂજ્ય ભક્તિરામબાપુ, પાલીકા પ્રમુખ અલ્કાબેન ગોંડલીયા, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઇ સાવલીયા, ડો.જી.જે.ગજેરા, વસંતભાઇ મોકલીયાએ વ્યક્તિગત રીતે સેવા પ્રવૃતિ માટે પાંચ લાખનું દાન જાહેર કર્યુ હતું. આભારદર્શન સુરેશભાઇ દેસાઇએ કર્યુ હતું.

અમરનાથ શહિદોને શ્રધ્ધાંજલી અપાઇ

અન્ય સમાચારો પણ છે...