તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • અમરેલીમાં કામનાં ભારણથી મહિલાએ ફિનાઇલ પી લીધું

અમરેલીમાં કામનાં ભારણથી મહિલાએ ફિનાઇલ પી લીધું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીસતીનગરમાં રહેતી મહિલાને ઘર કામનું ટેન્શન સહન નહિ થતા આજે ફીનાઇલ પી લીધી હતી. બાદ મહિલાને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવી હતી. અહી તેઓની સારવાર ચાલી રહી છે. બનાવની જાણ પોલીસને થતા પોલીસે આગળની કાર્યવાહી હાથધરી છે.અમરેલી આર.ટી.ઓ ઓફીસ પાસે આવેલા સતીનગરમાં રહેતી નયનાબેન નિલેષભાઇ સોલંકી નામની 24 વર્ષિય મહિલાએ ફીનાઇલ પી લીધી હતી. પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મહિલા ઘરકામ કરવા બાબતે ટેન્સન સહન નહિ થતા ફીનાઇલ પી લીધી હતી. બાદ મહિલાને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવી હતી. અહી મહિલાની સારવાર ચાલી રહી છે. બનાવની જાણ પોલીસને થતા પોલીસે કાર્યવાહી હાથધરી છે.

અન્ય સમાચારો પણ છે...