તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • અમરેલીમાં વર્ગ 3, 4નાં વીજ કર્મીઓનું વિવિધ પ્રશ્ને આવેદન

અમરેલીમાં વર્ગ-3, 4નાં વીજ કર્મીઓનું વિવિધ પ્રશ્ને આવેદન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીજીલ્લામાં વિજ કંપનીમાં વર્ગ-3 અને વર્ગ-4ના ટેક્નીકલ કર્મચારીઓએ આજે પોતાની વિવિધ માંગણીઓ અંગે અવાજ ઉઠાવ્યો હતો. કર્મચારીઓએ વર્ગ-4 માંથી વર્ગ-3 માં સમાવવામાં રહેલી વિસંગતતાઓ દુર કરવા સહિતની માંગો અંગે જેટ્કોના એમ.ડી.ને ઉદેશી અહિંની સર્કલ ઓફીસના અધિક્ષક ઇજનેરને આવેદનપત્ર પાઠવ્યુ હતું. જેમાં તેમણે જણાવ્યુ હતું કે ગમે તેવી વિસમ સ્થિતીમાં પણ કર્મચારીઓ કામ કરે છે. જ્યોતીગ્રામ જેવી યોજનાઓ પાર પાડવાનું હોય કે કુદરતી આપદાઓમાં કામ કરવાનું હોય ક્યારેય પાછા પડતા નથી. કર્મચારીઓએ કંપની ચેઇન્જ કરવા અંગે વિદ્યુત સહાયક અંગેની વિસંગતતા દુર કરવા લાઇફ રીસ્ક એલાઉન્સ મળવા બાબતે તથા આઉટ સોર્સિંગ અને સાતમાં પગાર પંચ સહિતના પ્રશ્નો અંગે રજુઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...