• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • કોઇપણ ટીખળી આવીને સરકારી ચીજ વસ્તુઓનું નુકશાન કરી જાય છે

કોઇપણ ટીખળી આવીને સરકારી ચીજ વસ્તુઓનું નુકશાન કરી જાય છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીખાતે આવેલી અદ્યતન લાઇબ્રેરીને લાખોના ખર્ચે બનાવીને સજ્જ કરવામાં આવી છે. તેમ છતા લાઇબ્રેરીની સાર સંભાળની ખોટના કારણે અનેક ચિજ વસ્તુઓની તોડફોડ કરીને નુકસાન કરવામાં આવી રહ્યો છે. જેમાં ખાસ કરીને કોઇ અજાણ્યા ટીખળોએ લાઇબ્રેરીના પટાંગણમા આવેલી લાઇટોની તોડફોડ કરવામાં આવી છે.

અમરેલી ખાતે લાખોના ખર્ચે સરકારે પુસ્તકાલયને બનાવી આપ્યુ છે. પુસ્તકાલયમાં શહેરના તેમજ આજુ બાજુના ગામડાઓમાંથી અનેકો વિદ્યાર્થીઓ અહી પરીક્ષાઓની તૈયારી કરવા માટે છે. તો ઘણા એવા પણ લોકો અહી આવી ચડે છે જે સરકારી ચિજ વસ્તુઓને નુકસાન પહોચાડે છે. જેમાં લાઇબ્રેરીના પટાંગણમા આવેલી લાઇટોની તોડફોડ કરવામાં આવી છે. અદ્યતન લાઇટોને તોડીને નુકસાન પહોચાડવામાં આવ્યુ છે. અહી પટાંગણમા ઘણી બધી લાઇટો જોવા મળે છે જેમા મોટા ભાગની લાઇટોને કોઇ હથીયાર વડે તોડીને નુકસાન પહોચાડવામાં આવ્યુ છે. જો લાઇબ્રેરી સાર સંભાળ નહિ લેવામાં આવે તો એક સમયમાં અહી ખંઢેર જેવી હાલત થઇ જશે.

સરકારી ઇમારત તેમજ ચિજ વસ્તુઓનું નુકશાન કરવો ગંભીર ગુનો પણ ગણવામાં આવે છે. આવા ટીખળોને પકડીને કોઇ કાર્યવાહી કરવાની જરૂર છે.

અન્ય સમાચારો પણ છે...