તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમરેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતીની બેઠક મળી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રા.શાળાઅોની ચકાસણી માટે બે સદસ્યોની ટુકડી બનાવાઇ

અમરેલીનગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ખાસ કારોબારી બેઠક સમિતિના કાર્યાલયના સભાખંડમાં મળી હતી.

તાજેતરમાં અમરેલીમાં પ્રાથિક શિક્ષણ સમિતિના કાર્યાલયના સભાખંડમાં અમરેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ખાસ કારોબારી બેઠક મળી હતી. જેમાં ખુલતા સત્રથી અમરેલી શહેરની તમામ પ્રાથમિક શાળાઓ સુચારૂ રસતે ચાલે તેમજ પ્રાથમિક શિક્ષણમાં કોઇ બાળકને અગવડતા પડે તથા વિદ્યાર્થીઓને ઉત્તમ શિક્ષણ મળે તેની ચર્ચા કરવામાં આવી હતી. નવા સત્રમાં અમરેલી શહેરની પ્રાથમીક શાળાઓની ચકાસણી અર્થે બે-બે સદસ્યોની ટુકડી બનાવી નિરિક્ષણ માટેની જવાબદારી સોંપવામાં આવી હતી.આ સામાન્ય સભામાં વાઇસ ચેરમેન સંદિપ પંડ્યા, શાસનાધિકારી એમ.ડી. ચુડાસમા, હેડ ક્લાર્ક એ.આઇ.તેલી તથા સભ્યો સંજયભાઇ ગજેરા, શૈલેષભા રૂપારેલ, એ.પી. કાબરીયા, સમીર કુરેશી, હિરેન ટીમણીયા, વિનુભાઇ માંડાણી, વિપુલ ભટ્ટી, ઉપસ્થિત રહ્યા હતા. સભાની કાર્યવાહી વંચાણે લઇ શિક્ષણનું સ્તર સુધારવા માટે તથા સરકારી લાભોનો મહત્તમ ઉપયોગ કરી ગરીબ વ- આર્થિક પછાત લોકોના બાળકો સુધી વધુમાં વધુ કેમ પહોંચાડી શકાય તે દિશામાં કાર્યવાહી કરવા અમરેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સર્વે સદસ્યો દ્વારા સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...