તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • નાના ગોખરવાળામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

નાના ગોખરવાળામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કર્યા

સમગ્રઅમરેલી જિલ્લામાં વેકેશન પૂર્ણ થઇ ચુક્યું છે. અને નવા સત્રનો પ્રારંભ થઇ ચુક્યો છે. ત્યારે તમામ પ્રાથમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ રાખવામાં આવે છે. ત્યારે તાજેરતમાં અમરેલી તાલુકાની નાના ગોખરવાળા પ્રાથમીક શાળામાં લેક્ચરર દક્ષાબેન ખડાયતા, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અમરેલીની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. જેમાં બાળકોએ પ્રાર્થના, યોગ, અભિનયગીત, અમૃતવચન, વૃક્ષબચાવો ઉપર વક્તવ્ય આપ્યા હતા. સાથે સાથે બાળમેળામાં અંકજોડો, રંગપુરણી, ચિત્રકામ, પત્રલેખન, ટેનગ્રામ જેવી અનેક પ્રવૃતિઓ બાળકોને કરાવવામાં આવી હતી.બાળકોને શૈક્ષણિક કીટ, પાઠ્ય પુસ્તક અને પ્રથમ નંબર મેળવનારા બાળકોને પુસ્તકો, સુખડી, વિતરણ અને રમકડા મહાનુભાવાનો હાથે ભેટ આપવામાં આવ્યા હતા. દાતા શૈલેષભાઇ સાંગાણીનું ફોટો અને પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...