તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • રાજકોટને એઇમ્સ આપવા મુદ્દે સૌરાષ્ટ્ર વિકાસ પરિષદની માંગ

રાજકોટને એઇમ્સ આપવા મુદ્દે સૌરાષ્ટ્ર વિકાસ પરિષદની માંગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૌરાષ્ટ્રવિકાસ પરિષદ મહામંત્રી દિલશાદ શેખના જણાવ્યા અનુસાર વડાપ્રધાન જે દિવસે દરેક રાજ્યને એઇમ્સ આપવામાં આવશે. તેવી જાહેરાત કરી હતી. તે દિવસે સૌરાષ્ટ્ર વિકાસ પરિષદનાં જાગૃત પ્રમુખ દિનેશ વિઠ્ઠલાણીએ એઇમ્સ ગુજરાતમાં આપવામાં આવે તો સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટને આપવામાં આવે તેવો ફેક્સ વડાપ્રધાનને કર્યો હતો.તાજેતરમાં રાજકોટ મુકામે ત્રિકોણબાગ ખાતે રાજકોટ એઇમ્સ અપાની માંગણી સાથે રાજ્ય સરકાર ઉપર અસરકારક દબાણ ઉભુ કરવા સૌરાષ્ટ્રની જનતાનો અવાજ રજૂ કરવા સૌરાષ્ટ્ર વિકાસ પરિષદના ઉપપ્રમુખ જિમ્મી અડવાણી અને રાજકોટ શહેરના સંયોજક હસમુખ સોલંકીના નેતૃત્વમાં ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અને એઇમ્સ માટે પ્રજાકીય જાગૃતતા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.સૌરાષ્ટ્ર વિસ્કાસ પરિષદના પ્રમુખ દિનેશ વિઠ્ઠલાણીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા ધરણાના કાર્યક્રમમાં પ્રદેશ અગ્રણીઓ યશવંત જનાણી, સુરેશ ચેતા, રાજેન્દ્રસિંહ જાડેજા, હર્ષદ વિઠ્ઠલાણી, ભીખુભાઇ અગ્રાવત ઉપરાંત સ્થાનિક અગ્રણીઓ હિમતભાઇ લીંબડીયા, બળવંતભાઇ ચૌહાણ, પ્રિન્સીપાલ કે.એમ. માવાણી, નલીનીબેન ઉપાધ્યાય, વાસ્વીબેન સોલંકી, મધુરિકાબેન જાડેજા, મહેશભાઇ મહેતા, કિશોરભાઇ સદપરિયા, જર્નાદનભાઇ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે દિનેશભાઇ વિઠ્ઠલાણીએ જણાવ્યું હતું કે, રાજકોટને આંતરરાષ્ટ્રીય હવાઇ મથક, એરોડ્રામ આપવાના કેન્દ્ર સરકારના નિર્ણયને આવકારીએ છીએ પરંતુ એઇમ્સ રાજકોટને મળે તે માટે લોકપ્રતિનિધિઓએ જાગૃત રહેવું જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...