તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • ચલાલા શહેરમાં ઠેર ઠેર પાણી ભરાતા ગ્રામજનો ત્રાહિમામ

ચલાલા શહેરમાં ઠેર ઠેર પાણી ભરાતા ગ્રામજનો ત્રાહિમામ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલિકામાં રજુઆત છતા કોઇ કામગીરી કરાતી નથી

હાલમેઘરાજાનું આગમન થઇ ચુક્યું છે ત્યારે અમરેલી જિલ્લાના ગામડાઓમાં અનેક જગ્યાએ ગટરના પાણી ઉભરાઇ આવ્યા છે. જેના કારણે લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ થઇ ચુક્યું છે. ચલાલામાં ગટરોનું પાણી ભરાતા વાહનો ખુંપી જાય છે અને લોકોને ચાલવું મુશ્કેલ થઇ ચુક્યું છે. અને ખેતરમાં પાકને પણ નુકશાન થાય છે. તેથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સમગ્ર અમરેલીમાં જિલ્લામાં મેઘરાજાનું આગમન થતાની સાથે અનેક સમસ્યાઓ શરૂ થઇ ગઇ છે. અનેક જગ્યાએ ગટરોના પાણી ઉભરાઇ આવ્યા છે. જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અને રોગાચાળાનું પ્રમાણ પણ વધે તેવી શક્યતા લોકોને લાગી રહી છે. ચલાલા ગામમાં ગટરોનું પાણી ભરાતા લોકો ચાલી નથી શકતા. વાહનો ગટરમાં ખુંપી જાય છે.હાલ મેલેરીયાના કારણે અનેક પરિવારોના આરોગ્યને અસર થાય તેમ ગામની ગટરો દુર્ગંધ મારે છે. પાણી પુરવઠા બોર્ડને પણ અનેક વખત રજૂઆત કરી પણ ત્યાંથી એવો જવાબ મળે છે કે ગટર પાલિકાને સોંપી દીધી છે. પાલિકા પાસે રજૂઆત કરે તો પાઇપ નથી તેવું બાનું કાઢે છે. અને લોકોને મુશ્કેલી વેઠવી પડે છે. પ્રશ્ન ઉકેલવા માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...