તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્મૃતિ ઇરાની આજે અમરેલીમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીમાંઆવતી કાલે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની કાર્યક્રમમાં પહોંચશે.અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સુત્રોએ જણાવ્યું હતુ કે આવતીકાલે 12મી તારીખે સંમેલન સાંજે 4 થી 7 દરમિયાન યોજાશે. અમરેલીના લીલીયારોડ પર આવેલા ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે સંમેલન યોજાશે. જેમા કેન્દ્ર સરકારના મંત્રી સ્મૃતિ ઇરાની ખાસ હાજરી આપશે. કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ વર્ષમા કરવામા આવેલી કામગીરી અંગે જાણકારી આપવામા આવશે અને આગામી આયોજનોથી માહિતગાર પણ કરાશે. સૌનો સાથ સૌનો વિકાસ નામે યોજાનારા સંમેલનમા અમરેલીના સાંસદ નારણભાઇ કાછડીયા, રાજય સરકારના કૃષિમંત્રી વી.વી.વઘાસીયા, મ્યુનિ. ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, ધારાસભ્ય હિરાભાઇ સોલંકી, બાવકુભાઇ ઉંધાડ, પુર્વ મંત્રી દિલીપભાઇ સંઘાણી અને જિલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઇ હિરપરા ખાસ હાજર રહેશે.

અન્ય સમાચારો પણ છે...