• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • દિવની સબ જેલને અમરેલી ખસેડવાનાં વિરોધમાં આવેદન

દિવની સબ જેલને અમરેલી ખસેડવાનાં વિરોધમાં આવેદન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોર્ટુગીઝ સમયથી જેલ કિલ્લામાં હોઇ તેને અન્યત્ર ખસેડવી જરૂરી બની છે

દિવજિલ્લા સબ જેલને અમરેલી ટ્રાન્સફર કરવાનાં જાહેરનામાને પગલે સ્થાનિક લોકોમાં વિરોધ ઉઠ્યો છે. મામલે લોકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવ્યું છે. દિવ જિલ્લા સબ જેલને અમરેલી ટ્રાન્સફર થવાનાં જાહેરનામાથી સ્થાનિક લોકોમાં વિરોધ ઉઠ્યો છે. લોકોએ જણાવ્યું છે કે, દિવ પોર્ટુગીઝ શાસનમાંથી મુક્ત થયા બાદ પોર્ટુગીઝ શાસન દરમિયાન બનેલો દિવનો કિલ્લો પર્યટકો માટે ફરવાનાં સ્થળ ઉપરાંત જિલ્લાની જેલ તરીકે પણ ઉપયોગમાં રહ્યો હતો. ત્યારે કિલ્લો દિવનાં વિકાસની સાથે ટુરિઝમ ક્ષેત્રે આદર્શ સ્મારક સાબિત થયો છે. કિલ્લો પુરાતત્વ વિભાગમાં આવતો હોવાથી જિલ્લા જેલને કીલ્લામાંથી અન્યત્ર ટ્રાન્સફર કરવી અનિવાર્ય હોઇ તેને અમરેલી ખાતે ખસેડાય તેનો વિરોધ છે. કારણકે, દિવથી અમરેલી 100 થી 150 કિમી દુર છે. આથી કેદીઓને લાવવા અને લઇ જવામાં ઘણો સમય નિકળી જાય. આથી જેલને ગુજરાતની કોઇ નજીકની જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવે અથવા દિવમાંજ કોઇ અન્ય સ્થળે ટ્રાન્સફર કરાય જરૂરી છે. વળી કેદીઓને મળવા તેમના સગાં સંબંધીઓને પણ અમરેલી સુધી લાંબા થવું પડે એમ પણ રજૂઆતમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...