• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • છોકરાઓની તકરારમાં ચલાલામાં વૃધ્ધને માથામાં ઇંટનો ઘા ઝીંક્યો

છોકરાઓની તકરારમાં ચલાલામાં વૃધ્ધને માથામાં ઇંટનો ઘા ઝીંક્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોલાચાલી થતા માતા-પુત્રએ હુમલો કર્યો

ચલાલામાંમીઠાપુર રોડ પર રહેતા એક ફકીર વૃધ્ધ પર છોકરાઓની તકરારમાં થયેલી બોલાચાલીનું મનદુ:ખ રાખી બે શખ્સોએ હુમલો કરી માથામાં ઇંટનો ઘા મારી ગંભીર ઇજા પહોંચાડતા તેને સારવાર માટે દવાખાને ખસેડાયા છે. અંગે ચલાલા પોલીસે ગુનો નોંધ્યો છે.

ફકીર વૃધ્ધ પર હુમલાની ઘટના ચલાલામાં મીઠાપુર રોડ પર રેલવે ફાટક પાસે ગઇકાલે સાંજે સાતેક વાગ્યાના સુમારે બની હતી. પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર અહિં રહેતા વલીશા હાસમશા પઠાણ (ઉ.વ. 65) નામના વૃધ્ધ પર વિસ્તારમાં રહેતા અતુલ હબીબભાઇ અને શબુબેન હબીબભાઇએ હુમલો કરી દીધો હતો. વલીશા પઠાણના પુત્ર સાથે અતુલના છોકરાઓએ ગઇકાલે બોલાચાલી કરી હતી. જેને પગલે તેઓ ઠપકો દેવા ગયા હતાં.

મુદે ઠપકો દેતા બન્નેએ ઉશ્કેરાઇ જઇ ગાળો દીધી હતી અને તેમને માથામાં ઇંટનો ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. એટલુ નહી હવે ઠપકો દેવા આવશો તો મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. ઘવાયેલા વૃધ્ધને સારવાર માટે દવાખાને ખસેડાયા હતાં. અંગે તેણે ચલાલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પીએસઆઇ આર.એચ. મોરીએ ધોરણસરની તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...