• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • ભાજપ કોંગીના આગેવાનોએ એક સાથે કરી ગણપતિની આરતી

ભાજપ-કોંગીના આગેવાનોએ એક સાથે કરી ગણપતિની આરતી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીશહેરમાં ગણપતિ મહોત્સવની ધામધુમથી ઉજવણી ચાલી રહી છે. અહિંના નાના બસસ્ટેન્ડ ચોકમાં ગઇસાંજે ભાજપ અને કોંગ્રેસના આગેવાનોએ એક સાથે ગણેશજીની આરતી ઉતારી હતી. તો જુદા જુદા સ્થળે આયોજકો દ્વારા બાળકો માટે હરીફાઇ અને રાસ-ગરબાનું પણ આયોજન કરાયુ હતું.

અમરેલીના નાના બસસ્ટેન્ડ ચોકમાં સારહી યુથ ક્લબ દ્વારા ગણપતિ મહોત્સવનું આયોજન કરાયુ છે. અહિં દરરોજ જુદા જુદા સંગઠનો દ્વારા સવાર-સાંજ ગણપતિની આરતી કરાઇ રહી છે. ગઇ સાંજે ભાજપ-કોંગ્રેસના આગેવાનોએ એક સાથે આરતી ઉતારી હતી. કોંગ્રેસના પૂર્વ સાંસદ વિરજીભાઇ ઠુમ્મર, ક્લબના પ્રમુખ મુકેશભાઇ સંઘાણી, જીલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ દિનેશભાઇ પોપટ, તુષારભાઇ જોષી, હરીભાઇ બાંભરોલીયા, સુરેશભાઇ શેખવા વિગેરેએ મહા આરતીનો લાભ લીધો હતો. તો બીજી તરફ શહેરના જુદા જુદા વિસ્તારમાં આયોજકો દ્વારા ગઇકાલે બાળકો માટે વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યુ હતું. તો કેટલાક સ્થળે રાસ-ગરબાનું પણ આયોજન કરાયુ હતું. સ્પર્ધામાં ભાગ લેનાર બાળકોને જુદા જુદા ઇનામો પણ અપાયા હતાં.

સારહી યુથ કલબ દ્વારા ગણેશોત્સવ

નાના બસ સ્ટેન્ડ ચોકમાં મહાઆરતી આયોજન કરાયું. તસ્વીર-પ્રકાશ ચંદારાણા

વિવિધ સ્થળે બાળકો માટે સ્પર્ધાઓ અને રાસ-ગરબા પણ યોજાયા

અન્ય સમાચારો પણ છે...