તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • છેલ્લા ત્રણ વર્ષથી મીલ બંધ હોવાથી આર્થિક ભીંસથી કંટાળી જઇ

છેલ્લા ત્રણ વર્ષથી મીલ બંધ હોવાથી આર્થિક ભીંસથી કંટાળી જઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિકાસની ગુલબાંગો વચ્ચે વધુ એક બેરોજગાર યુવાને જીવન ટુંકાવી લીધું

અમરેલીનાં ઓઇલ મીલરનો આપઘાત

અમરેલીનાએક પટેલ યુવાનની ઓઇલ મીલ છેલ્લા ત્રણ વર્ષથી બંધ હાલતમાં હતી અને હવે તે શરૂ કરવાની હતી પરંતુ આર્થિક સ્થિતી નબળી હોય નાણાકીય તંગીના કારણે લાગી આવતા ઓઇલ મીલરે પોતાની ઓફીસમાં ઝેરી દવા પી જીવન ટુંકાવી લીધુ હતું. આર્થિક તંગીના કારણે ઓઇલ મીલરના આપઘાતની ઘટનાને પગલે પટેલ સમાજમાં ચકચાર ફેલાઇ હતી.

એક તરફ સરકાર આર્થિક વિકાસની મોટી મોટી વાતો કરી રહી છે. તેવા સમયે ખેડૂતોના આપઘાતની ઘટના બની રહી છે. બેરોજગારી અને બેકારીના કારણે યુવાધનના આપઘાતની ઘટનાઓ પણ બહાર આવી રહી છે અને હવે આર્થિક ભીંસના કારણે ઓઇલ મીલરના આપઘાતની ઘટના પણ બહાર આવી છે. અમરેલીના કેરીયા રોડ પર રોકડવાડી વિસ્તારમાં રહેતા અને જય સરસ્વતી ઓઇલ મીલ ચલાવતા પ્રફુલભાઇ ધીરૂભાઇ ગાંગડીયા (ઉ.વ. 40) નામના પટેલ યુવાને ઝેરી દવા પી જીવન ટુકાવી લીધુ હતું. અમરેલી સીટી પોલીસના સુત્રોએ જણાવ્યુ હતું કે હાલમાં ઓઇલ મીલરની મીલ બંધ હાલતમાં હતી. પરંતુ હવે ઓઇલ મીલ ચાલુ કરવાની ગતિવિધી ચાલુ કરાઇ હતી. પરંતુ તેના માટે તેમની નાણાકીય સ્થિતી સારી હતી.

આર્થિક નબળી સ્થિતીના કારણે ઓઇલ મીલ ચાલુ કરવામાં અડચણ આવી રહી હોય લાગી આવતા ગઇકાલે સાંજના સાડા સાતેક વાગ્યાના સુમારે તેઓ પોતાની જય સરસ્વતી ઓઇલ મીલની ઓફીસમાં ગયા હતાં અને ત્યાં જાતે ઝેરી દવા ગટગટાવી લઇ જીવનનો અંત આણી દીધો હતો. તેમની લાશને પોસ્ટ મોર્ટમ માટે અમરેલી સિવીલમાં ખસેડાઇ હતી. બનાવ અંગે સીટી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ આઇ.એ. રઇશ તપાસ ચલાવી રહ્યા છે. પ્રફુલભાઇ ગાંગડીયાનાં ભાઇ નિલેશ ધીરૂભાઇ ગાંગડીયાએ ત્રણ વર્ષથી મીલ બંધ હોય પગલું ભર્યું હોવાનું પોલીસને જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...