સુરત મહુવા ટ્રેન મુદે આંદોલનનાં મંડાણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકોએ ખાનગી બસોમાં રૂ.500 અને તહેવારોમાં રૂ1500માં મુસાફરી કરવી પડે છે

એકસપ્રેસ ટ્રેનને દરરોજ દોડાવવાની સુરત સૌરાષ્ટ્ર રેલ્વે લડત સમિતીની માંગ

સુરતમાવિશ્વનો સૌથી મોટો ડાયમંડ કટીંગ-પોલીશીંગનો ઉદ્યોગ વિકસ્યો છે. ઉદ્યોગ સાથે અમરેલી અને ભાવનગરના લોકો જોડાયેલા છે. ત્યારે સુરતને અમરેલી ભાવનગર જિલ્લા સાથે જોડતી એકમાત્ર ટ્રેન મહુવા એકસપ્રેસ છે પરંતુ તે અઠવાડીયામા એક વખત દોડાવવામા આવી રહી હોય સુરત જતા મુસાફરોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. ત્યારે ટ્રેનને ડેઇલી દોડાવવાની માંગ સાથે સુરત સૌરાષ્ટ્ર રેલવે સુવિધા લડત સમિતી દ્વારા આંદોલનના મંડાણ કરવાનુ નક્કી કરાયુ છે.

સુરત સૌરાષ્ટ્ર રેલવે લડત સમીતીના પ્રમુખ નિરવભાઇએ જણાવ્યું હતુ કે સુરત અને દક્ષિણ ગુજરાતમા સ્થાયી થયેલા લોકોને તેમના વતન સાથે જોડવા હાલમા કોઇ મહત્વની રેલવે કનેકટીવીટી નથી. રેલવે કનેકટીવીટીના અભાવે અમરેલી, ભાવનગર અને આજુબાજુના જિલ્લાઓના માત્ર સુરત નહી દક્ષિણ ગુજરાતમા વસવાટ કરતા લોકોને પણ મુશ્કેલી પડી રહી છે. સામાન્ય દિવસોમા ખાનગી ટ્રાવેલ્સની બસોમા રૂપિયા 500 તેમજ દિવાળી જેવા તહેવારોમા રૂપિયા 1500 થી 2000 ટીકીટ મુસાફરો પાસે વસુલવામા આવી રહી છે. હાલમા અઠવાડીયામા માત્ર એક વખત દોડતી મહુવા એકસપ્રેસનો સમય પણ સુરતથી વહેલી સવારનો રખાયો છે. સ્થિતી પણ મુસાફરોને અકળાવનારી છે. ત્યારે મહુવા એકસપ્રેસ ટ્રેનને ડેઇલી દોડાવવામા આવે તેવી માંગ કરવામા આવી છે. આગામી પખવાડીયામા કોઇ નિર્ણય લેવામા નહી આવે તો મુદ્દે ઉગ્ર આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારાઇ છે.

અન્ય સમાચારો પણ છે...