અમરેલીમાં સફાઇ અભિયાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગજેરા યુવક મંડળ દ્વારા આયોજન : સફાઇનાં શપથ લેવાયા

ગજેરાપરાયુવક મંડળ તથા શાંતાબેન હરીભાઇ ગજેરાના સહયોગથી ગજેરાપરામાં દર 15 દિવસે સફાઇ કાર્યક્રમ કરવાનાં નિર્ધાર સાથે ગજેરાપરાના યુવાનોએ શપથ લીધા હતા.

આપણું આંગણુ આપડેથી સફાઇ રાખીએ. ઉદ્દેશથી સ્વસ્થ ભારત મિશન સાથે જોડાઇ અને સ્વસ્થતા દાખવી અને સૌ આવા નિર્ધારથી શહેરને સ્વચ્છ રાખે. સફાઇ અભિયાનમાં ગજેરા યુવક મંડળ દ્વારા સફાઇ કરવામાં આવી હતી. અને કચરો દુર કરી દેશને સ્વચ્છ બનાવવાનો નિયમ લીધો હતો.આ કાર્યક્રમમાં પ્રવિણભાઇ ગજેરા, દિલિપભાઇ ધાનાણી, ચુનીભાઇ ગજેરા, અતુલભાઇ પડસાળા, જગદિશભાઇ તળાવીયા, ભરતભાઇ ધાનાણી, મહેશભાઇ કથીરીયા, કિશોરભાઇ ગજેરા, રાકેશભાઇ સુખડીયા, અતુલભાઇ ગજેરા, જયસુખભાઇ ધાનાણી, જીતુભાઇ ગજેરા, ભોગીલાલભાઇ, રાજુભાઇ ગજેરા, , જયસુખભાઇ ગજેરા તથા તમામ ગજેરાપરાના યુવકોએ કાર્યક્રમને સફળ બનાવવામાં જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...