તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • અમરેલીનાં દરેક વોર્ડમાં સફાઇ માટે વર્ગ 1 અને 2ના અધિકારીને જવાબદારી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલીનાં દરેક વોર્ડમાં સફાઇ માટે વર્ગ 1 અને 2ના અધિકારીને જવાબદારી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કલેક્ટરનો હુકમ : રોજ સવારે વોર્ડની મુલાકાત લઇ કલેક્ટરને રીપોર્ટ કરશે

અમરેલીનગરપાલીકા દ્વારા અમરેલીમાંથી કચરાના નિકાલ માટે તાજેતરમાં ડોર ટુ ડોર કચરાના કલેક્શનની કામગીરી પણ શરૂ કરી છે. સાથે સાથે આધુનીક સ્વીપર મશીનથી પણ સફાઇ શરૂ કરાઇ છે. આમ છતાં શહેરમાં હજુ પણ વધારે ગંદકી હોય જીલ્લા કલેક્ટરે ઉચ્ચ અધિકારીઓને વોર્ડ વાઇઝ જવાબદારી સોંપી દીધી છે. નિવાસી અધિક કલેક્ટર જે.કે. ઠેશીયાને વોર્ડ નં. 3, પ્રાંત અધિકારી એચ.આર. પરીખને વોર્ડ નં. 9, જીલ્લા આયોજન અધિકારી એચ.આર. ખાણધરને વોર્ડ નં. 6, સમાજ કલ્યાણ અધિકારી બી.ટી. ભાલાળાને વોર્ડ નં. 8ની જવાબદારી સોંપાય છે. આવી રીતે સમાજ સુરક્ષા અધિકારી પી.જે. ત્રિવેદીને વોર્ડ નં. 1, જળ સિંચનના કાર્યપાલક ઇજનેર એમ.એસ. હાલાને વોર્ડ નં. 7, માર્ગ મકાનના ઇજનેર પી.એચ. દુબળાને વોર્ડ નં. 4, મદદનીશ શ્રમ આયુક્ત દિપક ચૌહાણને વોર્ડ નં. 2, જન સંપર્ક અધિકારી ડી.વી. વિઠ્ઠલાણીને વોર્ડ નં. 5, ઇન્ચાર્જ મામલતદાર એલ.આઇ. ટહેલીયાણીને વોર્ડ નં. 10 અને ચીફ ઓફીસર જે.જે. ચૌહાણને વોર્ડ નં. 11ની જવાબદારી સોંપાય છે. અધિકારીઓ વોર્ડની સફાઇ, પીવાનું પાણી, આરોગ્ય અને પર્યાવરણ જાળવણી પર દેખરેખ રાખશે. સવારે 7 થી 10 દરમીયાન વોર્ડની મુલાકાત લઇ લોકસંપર્ક પણ કરશે.

મેલેરીયા-ડેન્ગ્યુના ભરડામાંથી જનતા બચશે

આઇએમએઅમરેલીના પ્રમુખ ડો. ગજેરાએ જણાવ્યુ હતું કે કલેક્ટરનું સફાઇ માટેનું પગલુ આવકાર્ય છે. સમગ્ર શહેરમાંથી કચરો ઉપાડી લેવામાં આવે તો રોગચાળાથી પણ બચી શકાશે. ખાસ કરીને મેલેરીયા, ચિકનગુનીયા અને ડેન્ગ્યુના ભરડામાંથી જનતા બચશે અને દવાઓના ખર્ચમાંથી પણ બચશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો