તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • કામધંધો કરવાનું કહેતાં નરાધમ પુત્રએ પિતાને ઢીકાપાટુ માર્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામધંધો કરવાનું કહેતાં નરાધમ પુત્રએ પિતાને ઢીકાપાટુ માર્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બેફામ ગાળો આપી મારી નાખવાની ધમકી પણ આપી

લીલીયાતાલુકાના એકલેરા ગામના પટેલ વૃધ્ધે કોઇ કામધંધો નહી કરતા અને રખડતા રહેતા પોતાના પુત્રને બાબતે ઠપકો આપતા પુત્રએ પિતાને માર મારી ઇજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપતા તેમણે અંગે લીલીયા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. નરાધમ પુત્ર દ્વારા સગા બાપને બેફામ માર મારવાની ઘટના ગઇકાલે સવારે નવેક વાગ્યાના સુમારે લીલીયા તાલુકાના એકલેરા ગામે બની હતી. પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર એકલેરા ગામના હંસરાજભાઇ ભુરાભાઇ ગોગદાણી (ઉ.વ. 59) નામના પટેલ ખેડૂત પર ખુદ તેના 30 વર્ષીય પુત્ર હિંમત ગોગદાણીએ હુમલો કર્યો હતો. બારામાં તેમણે લીલીયા પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યુ હતું કે તેઓ એકલેરા ગામમાં રહી ખેતીનું કામ કરે છે. જ્યારે તેઓ પુત્ર કોઇ કામધંધો કરતો નથી અને રખડતો રહે છે. ગઇકાલે સવારે તેણે પોતાના દિકરાને તુ કેમ કામધંધો કરતો નથી અને રખડે છે તેવુ કહેતા તે માતા-પિતાને ગાળો દેવા લાગ્યો હતો. જેને પગલે તેમણે ગાળો દેવાની ના પાડી હતી. પરંતુ હિંમતે ઉશ્કેરાઇ જઇને તેમને ઢીકાપાટુનો માર માર્યો હતો. એટલુ નહી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જેને પગલે તેણે લીલીયા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે શખ્સની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો