તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • કુંકાવાવમાં તાલુકા ખરીદ વેચાણ સંઘની ચુંટણી જાહેર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કુંકાવાવમાં તાલુકા ખરીદ વેચાણ સંઘની ચુંટણી જાહેર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉમેદવારી પત્રો 23મીએ પ્રસિધ્ધ થશે 8 ઓકટો.એ મતદાન : 10મીએે મતગણતરી

ગુજરાતનિર્દિષ્ટ સહકારી મંડળીઓના સમિતીઓની ચુંટણી બાબત નિયમોના સતા અન્વયે અમરેલી, વડીયા કુંકાવાવ પ્રાંત અધિકારી તેમજ ચુંટણી સતાધિકારીએ કુંકાવાવ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ કમિટીની સામાન્ય ચુંટણી જાહેર કરી છે.

કુંકાવાવ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની ચુંટણી માટે મામલતદાર કચેરી વડીયા ખાતે ઉમેદવારીપત્રો ભરવા, મતદાન તથા મતગણતરી યોજાશે. તા. 19 સપ્ટેમ્બરના રોજ બપોરે 3 વાગ્યા સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે. ઉમેદવારીપત્રોની પ્રસિધ્ધીની તારીખ 19 અને 21 સપ્ટેમ્બરના રોજ સવારે 11 કલાકે ચકાસવામા આવશે.

માન્ય ઉમેદવારીપત્રોની પ્રસિધ્ધી તા.23 સપ્ટે.ના રોજ કરવામા આવશે. તા. 29 સપ્ટેમ્બરના રોજ બપોરે 3 વાગ્યા સુધી ઉમેદવારી પાછી ખેંચી શકાશે. હરિફ ઉમેદવારોની છેવટની યાદી તા. 29 સપ્ટેમ્બરના રોજ કરવામા આવશે. તા. 8 ઓકટોબરના રોજ સવારે 10 થી બપોરે 3 વાગ્યા સુધી મતદાન કરવામા આવશે અને તા. 10ના રોજ મતગણતરી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો