ધાવડીયાની શાળામાંં વિશ્વ સિંહ દિવસની ઉજવણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખાંભા| ખાંભાતાલુકાના ધાવડીયા ગામમાં આવેલી પ્રાથમિક શાળા ખાતે વિશ્વ વન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના તમામ બાળકોએ સિંહના મ્હોરા પહેરી સમગ્ર ગામમાં રેલી કાઢી હતી. કાર્યક્રમમાં શાળાનો તમામ સ્ટાફ, બાળકો તથા ગામજનો જોડાયા હતા.સમગ્ર અમરેલી જિલ્લામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ધાવડીયા ખાતે સરકાર દ્વારા અપાયેલી નિયત કાર્યક્રમ અનુસાર સૌ પ્રથમ તમામ બાળકોએ સિંહના મ્હોરા પહેરી રેલી કાઢી હતી. અને સિંહના સંરક્ષણ માટેના સુત્રોચ્ચાર કર્યા હતા. રેલીમાં ગામજનો, શાળા પરિવાર તથા આચાર્ય સહિત સૌ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...