• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • તિજોરી કચેરીએ બિલ સમયસર રજુ કરવા અનુરોધ કરવામાં આવ્યો

તિજોરી કચેરીએ બિલ સમયસર રજુ કરવા અનુરોધ કરવામાં આવ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગ્રાંટની ફાળવણી થતા બિલો તિજોરી કચેરીમાં રજૂ કરવાના

સને૨૦૧૬-૧૭ના નાણાંકીય વર્ષની ગ્રાંટમાં જે કન્‍ટીજન્‍સી-ટીએ બીલ-એરિયર્સ બિલ સહિત કોઇ પણ પ્રકારના બિલો તા.૧૭ માર્ચ પહેલા તિજોરીમાં દાખલ/રજૂ કરવા. માર્ચ-૨૦૧૭ના પગારબીલો તા.૧૮ થી તા.૨૩ માર્ચ બાદ રજૂ કરવા. ઉપરાંત ગ્રાંટની ફાળવણી થાય કે તુરંત બિલો તિજોરી કચેરીમાં વિના વિલંબે રજૂ કરવાના રહેશે.

તમામ ઉપાડ અધિકારીઓ તથા નિયંત્રણ અધિકારીઓએ પોતાની કચેરીમાં અગ્રતા આપવા યોગ્ય તેમજ ગ્રાંટને લગત બિલો તા.૩૧ માર્ચે નિયત કરેલા સમય બપોરે વાગ્યા સુધી સ્‍વીકારવામાં આવશે. ત્‍યારબાદ બિલો સ્‍વીકારવામાં આવશે નહિ.

જે-તે કચેરીમાંથી મોકલવામાં આવતા સંદેશા વાહકોએ તિજોરી કાઉન્‍ટર બહાર રાખેલા નોટીસ બોર્ડ પર ધ્‍યાન આપવું અને માર્ચ માસના છેલ્લા કામકાજના દિવસે પોતાની કચેરીના રજૂ થયેલા તમામ બિલોના ચેક-ચલણ અથવા તે બિલ વાંધા સાથે પરત મળે ત્યાં સુધી તિજોરી કચેરી કે પેટા તિજોરી કચેરી છોડવી નહિ.

માહિતી-સૂચના સંબંધિત ઉપાડ-નિયંત્રણ અધિકારીઓએ પોતાની કચેરીના ફરજ પરના સંદેશા વાહકોને પણ આપવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...