વરસાદનાં કારણે શોક આવતો હોવાથી ઘટના બની

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીલીયાતાલુકાના ક્રાંકચ ગામમાં થયો હતો. ગત તા.24ના રોજ અહી રહેતા ભરતભાઇ ખીમજીભાઇ હલૈયા નામનો યુવાન પોતાના નવા મકાનમાં ઇલેક્ટ્રીક કામ કરી રહ્યો હતો. તે દરમ્યાન ધીમીધારે વરસાદ પણ આવી રહ્યો હતો. દરમ્યાન યુવાન નવા મકાનમાં હોલ્ડરમા લેમ્પ બદલાવી રહ્યો હતો. તે દરમ્યાન અચાનક વિજશોક લાગતા યુવાનને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી.

બાદમાં સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યો હતો. અહી ગઇ કાલે યુવાનનું મોત નિપજ્યુ હતુ. મળતી માહિતી મુજબ ક્રાંકચમાં યુવાન એકલો રહેતો હતો. તેમજ તેના પરિવારમાં બે ભાઇ રાજકોટ અને સુરત રહે છે. બનાવ બનવાથી પરિવારના સભ્યોમાં શોકની લાગણી પણ ફરી વળી હતી. ખોબા જેવડા ક્રાંકચ ગામમાં અણબનાવથી સૌ કોઇ શોકમાં ડુબી ગયા હતા. યુવાનનું મોત શોક લાગવાના કારણે થયુ હતુ તેવુ સુરેશભાઇ ખીમજીભાઇ હેલૈયાએ લીલીયા પોલીસ મથકમાં જાહેર કર્યુ હતુ. આશાસ્પદ યુવાનનાં અકાળે મોતનાં પગલે તેનાં પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...