તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • નિર્ધારતી ફી કરતા વધુ ફી લેતી શાળા સામે કાર્યવાહી કરાશે

નિર્ધારતી ફી કરતા વધુ ફી લેતી શાળા સામે કાર્યવાહી કરાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજયસરકારે શિક્ષણ ક્ષેત્રે ખૂબ મહત્વનો નિર્ણય લઇ પ્રાથમિક - માધ્યમિક - ઉચ્ચત્તર માધ્‍યમિક શાળાઓમાં સરકાર દ્વારા તા.૨૫ એપ્રિલના રોજ ગુજરાત ખાનગી શાળા (ફી રેગ્યુલેશન) કાયદો - ૨૦૧૭થી ફીનું ધોરણ નક્કી કરવામાં આવ્યું છે. જેમાં તેનાથી વધુ ફી લેનારી શાળાઓ અને સંચાલકો સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.આ વર્ષે પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફી વધારો કરવામાં આવ્યો હતો. તેથી સરકાર દ્વારા તા.૨૫ એપ્રિલના રોજ ગુજરાત ખાનગી શાળા (ફી રેગ્યુલેશન) કાયદો - ૨૦૧૭થી ફીનું ધોરણ નક્કી કરવામાં આવ્યું છે. જેમાં તેનાથી વધુ ફી લેનારી શાળાઓ અને સંચાલકો સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.જિલ્લા શિક્ષણાધિકારી બી.કે. પટેલે જણાવ્યું કે, સરકાર દ્વારા ફી નિયમનના નિયમમાં પ્રાથમિક શાળામાં રૂ.૧૫૦૦૦, માધ્‍યમિક શાળા અને ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળામાં રૂ.૨૫૦૦૦ તથા ઉચ્‍ચત્તર માધ્‍યમિક (વિજ્ઞાન પ્રવાહ) શાળામાં રૂ.૨૭૦૦૦ નક્કી કરવામાં આવ્‍યું છે. વધુ ફી લેનાર શાળા સંચાલકો સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...