તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • પ્રકારની સુવિધાવાળુ દેશનુ પ્રથમ યાર્ડ બનશે : એસએમએસથી મળશે ખેડૂતોને રોજેરોજના બજારભાવ : વેબસાઇટ

પ્રકારની સુવિધાવાળુ દેશનુ પ્રથમ યાર્ડ બનશે : એસએમએસથી મળશે ખેડૂતોને રોજેરોજના બજારભાવ : વેબસાઇટ પણ લોંચ કરાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશભરમાહાલમા ખેડૂતોની સમસ્યા પર કાગારોળ મચી છે ત્યારે અમરેલી માર્કેટીંગયાર્ડ દેશનુ એવુ પહેલુ યાર્ડ બનવા જઇ રહ્યું છે જયાં માલ લઇને આવતા તમામ ખેડૂતો, વેપારીઓને યાર્ડ દ્વારા વિનામુલ્યે ભોજનની પણ સુવિધા પુરી પાડવામા આવશે. વેપારીઓ, ખેડૂતોને સરળતાથી માહિતી મળી રહે તે માટે યાર્ડ દ્વારા એક વેબસાઇટ પણ લોંચ કરવામા આવી છે.

અમરેલી માર્કેટીંગયાર્ડના ચેરમેન પી.પી.સોજીત્રાએ આજે યાર્ડ ખાતે એક પત્રકાર પરિષદમા જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતુ કે અમરેલી બહાર આકાર લઇ રહેલા અદ્યતન માર્કેટીંગયાર્ડનુ કામ હાલ પુર્ણતાના આરે છે. નવા માર્કેટીંગયાર્ડમા ખેડૂતો, વેપારીઓ માટે અલ્ટ્રા મોર્ડન ડાઇનીંગ હોલ બનાવવામા આવી રહ્યો છે. અહી ખેત જણસો લઇ આવનાર તમામ ખેડૂતો તથા વેપારીઓને વિનામુલ્યે ભરપેટ ભોજન પુરૂ પાડવામા આવશે. તમામ લોકોને બે શાક, રોટલી, રોટલા, દાળભાત, છાશ સહીતની ફુલ ડિશ આપવામા આવશે.

તેમણે અહી પત્રકારોને જણાવ્યું હતુ કે અહી ખેડૂતોને રાત્રી રોકાણ માટે હોટેલ પણ બનાવવામા આવી છે. જેમા ખેડૂતો, વેપારીઓને રહેવાની વિનામુલ્યે સુવિધા પુરી પાડવામા આવશે. અમરેલી માર્કેટીંગયાર્ડ આમપણ ખેડૂતોની સુવિધા માટે કોઇને કોઇ નવી પહેલ કરતુ રહે છે. હાલમા ખેડૂતો, વેપારીઓ સહિત તમામ લોકોને અને રાજય બહારના લોકોને પણ અમરેલી માર્કેટીંગયાર્ડ અંગે તમામ માહિતી સરળતાથી મળી રહે તે માટે વેબસાઇટ પણ લોંચ કરવામા આવી છે. www.apmcamreli.com સાઇટ પરથી લોકોને સરળતાથી યાર્ડ અંગેની માહિતી રોજેરોજના બજારભાવ, વેપારીઓની માહિતી, બજાર વિસ્તારના ગામો, ખેડૂતોની સુવિધાઓ વિગેરે અંગે માહિતી મળી રહેશે. હાલમા અમરેલી શહેરની મધ્યમા યાર્ડ કાર્યરત છે અને ખુબ ટુંકાગાળામા યાર્ડને શહેરની બહાર ખસેડવામા આવશે. હાલમા નવા યાર્ડનુ કામ પુરજોશમા ચાલી રહ્યું છે. યાર્ડમા કામ કરતા મજુરો, તોલાટો વિગેરે માટે પણ સુવિધાઓ ઉભી કરવામા આવી રહી છે. યાર્ડ દ્વારા એમ્બ્યુલન્સ સેવા, અકસ્માત વિમા યોજના, નબળા ખેડૂતોના બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે શૈક્ષણિક સહાય જેવી યોજનાઓ પણ ચાલી રહી છે.

એસએમએસથી બજારભાવો જાણી શકાશે

અમરેલીયાર્ડ દ્વારા ખેડૂતોને તેમના ઘરે બેઠા મોબાઇલમા તમામ ખેત જણસોના ભાવો રોજેરોજ મળી રહે તે માટે પણ વ્યવસ્થા કરાઇ છે. કોઇ ખેડૂત પોતાના મોબાઇલમાથી 08030636493 નંબર પર મિસ્ડ કોલ કરે તો યાર્ડની તમામ ખેત જણસોના ભાવ એસએમએસથી તેને મળી જશે.

અમરેલીનુ નવુ માર્કેટીંગયાર્ડ સાવરકુંડલા રોડ પર આકાર લઇ રહ્યું છે. યાર્ડનુ કામ હાલ પુર્ણતાના આરે છે. અહી ખેડૂતો, વેપારીઓ, કર્મચારીઓ સહિત યાર્ડ સાથે જોડાયેલા સૌ કોઇ માટે અદ્યતન સુવિધાઓ ઉભી કરવામા આવી છે. તસ્વીર-જયેશ લીંબાણી

નવા માર્કેટીંગયાર્ડનું કામ પુર્ણતાના આરે

અન્ય સમાચારો પણ છે...