તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવ ડમ્પર સહિત કુલ રૂ. 1.08 કરોડનો મુદામાલ કબજે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીજિલ્લામાં પસાર થતી શેત્રુજી નદીના પટ્ટમાંથી જુદા જુદા સ્થળેથી રેતી માફિયાઓ દ્વારા ગેરકારદેસર રીતે ખનન પ્રવૃતિ કરી રેતી ચોરી કરી પર્યાવરણને ગંભીર નુકશાન પહોંચાડવાની પ્રવૃતિ થતી હોવાનું અમરેલી પોલીસ અધિક્ષક જગદીશ પટેલના ધ્યાને આવતાં જીલ્લામાં આવી ખનીજ ચોરીની ખનન પ્રવૃત્તિ કરતા શખ્સો ઉપર કડક કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અનુસંધાને અમરેલી એલ.સી.બી.પી. આઇ. એ.પી.પટેલની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ દ્વારા શેત્રુંજી નદીના પટ્ટમાં વોચ ગોઠવતાં આજરોજ ચાંદગઢ ગામની સીમમાંથી શેત્રુજી નદીના પટ્ટમાંથી નવ ડમ્પર રોયલ્ટી વગર રેતી ભરતાં અને રેતી ભરવા આવી પોલીસને જોઇ નાસવા જતાં પકડી પાડીને ડીટેઇન કરવામાં આવેલ અને ખાણ ખનીજ ખાતાને રીપોર્ટ કરવામાં આવેલ છે આમ, ખનીજ ચોરી કરતાં કુલ નવ ડમ્પર મળી કુલ કિં.રૂ.૧,૦૮,૦૦,૦૦૦/- (એક કરોડ આઠ લાખ) નો મુદ્દામાલ જપ્ત કરી લીધો હતો. કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક જગદીશ પટેલની સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી એલ.સી.બી. પી.આઇ એ.પી.પટેલની રાહબરી નીચે એલ.સી.બી.સ્ટાફના અબ્દુલભાઇ સમા, પ્રફુલભાઇ જાની, ધર્મેન્દ્રરાવ પવાર, બાબુભાઇ ડેર, સંજયભાઇ પદમાણી, સાર્દુલભાઇ ભુવા, વિજયભાઇ ગોહિલ, ગોવિંદભાઇ પરમાર, હિગરાજસિંહ ગોહિલ, જયદિપસિંહ ગોહિલ, જગદીશભાઇ ઝણકાત, તુષારભાઇ પાંચાણી, વિજયભાઇ વાઢેર, ડ્રાઇવર નુરભાઇ સીરમાન, યુવરાજસિંહ ગોહિલ, પ્રતાપભાઇ ડેર વિગેરેએ ધોરણસરની કાર્યવાહી હાથધરી હતી.

ખનન પ્રવૃતિથી પર્યાવરણને નુકશાન, તંત્ર ઉંઘમાં તસ્વીર-જયેશ લીંબાણી

અન્ય સમાચારો પણ છે...