તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • અમરેલી અક્ષરપાર્ક સોસાયટીમાં પાલિકાએ નળ કનેકશન આપ્યા, પણ પાણી પહોંચ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલી અક્ષરપાર્ક સોસાયટીમાં પાલિકાએ નળ કનેકશન આપ્યા, પણ પાણી પહોંચ્યું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચીફ ઓફિસરને સોસાયટીનાં 97 મકાનનાં રહિશોએ આવેદન પાઠવી કરી ઉગ્ર રજુઆત

અમરેલીમાંઆવેલ અક્ષરપાર્ક સોસાયટીમાં કુલ 97 મકાન આવ્યા છે. જેમાં દરેક બ્લોકમાં નગરપાલીકા હસ્તકના પાણીના નળ કનેકશન આવ્યા છે. પણ નગરપાલીકા દ્વારા અહિ સોસાયટીમાં પાણી પહોચતું નથી. જે કારણે સોસાયટીમાં રહેતા લોકોને બહારથી પાણી મંગાવવુ પડે છે અને ફરિજીયાત ડીપવેલનું પાણી પીવુ પડે છે. પાણીથી અહીના રહીશોનું સ્વાસ્થ્ય વારંવાર બગડે છે. જેથી આજે ચિફઓફીસરને લેખીત રજુઆત કરવામાં આવી હતી.અમરેલીમાં આવેલ અક્ષરપાર્ક સોસાયટીમાં આવેલ હનુમાનપરા રોડ શેરી નં.6માં રહેતા લોકોને નગરપાલીકામાંથી આવતુ પાણી મળતુ નથી અહી સોસાયટીમાં કુલ 97 મકાનો આવેલ છે. દરેક લોકોને બહારથી પાણી મંગાવવુ પડે છે. જેથી બહારથી આવતુ પાણી ડીપવેલનું હોવાથી પાણીના કારણે અહીના રહશોનું સ્વાસ્થ્ય વારંવાર બગડી જાય છે. અહીના રહીશોના કહેવા પ્રમાણે પાણીની અછત હોવાથી ખુબજ પાણી વાપરવામાં ધ્યાન રાખવુ પડે છે. આગામી દિવસોમાં ઉનાળો આવવાથી પાણીની પણ વધારે જરૂર પડશે અને પાણીની અછત થતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. જેથી અહીના રહશોએ લેખીત અરજી આપીને રજુઆત કરી છે કે સુધરાઇ હસ્તકની પાણીની પાઇપ લાઇનમાં જે કઇ સમસ્યા હોય તે દુર કરીને અહીના રહીશોને પુરતા પ્રમાણમાં પાણી મળે તેની વ્યવસ્થા થવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો